ઉત્તરાખંડ ફાઉન્ડેશન ડે નિમિત્તે ગઈ કાલે હરિદ્વારના બાવન ઘાટ પર ત્રણ લાખથી વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
હરિદ્વારના બાવન ઘાટ પર ત્રણ લાખથી વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા
ઉત્તરાખંડ ફાઉન્ડેશન ડે નિમિત્તે ગઈ કાલે હરિદ્વારના બાવન ઘાટ પર ત્રણ લાખથી વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. હર કી પૌડીના આકાશમાં ૫૦૦ ડ્રોનની મદદથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહાદેવનો ચહેરો બનાવવામાં આવ્યો હતો એટલું જ નહીં, લોકોએ ભજનસંધ્યા પણ માણી હતી.

