ઉત્તર પ્રદેશ (Uttar Pradesh )માં ત્રણ વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ બચકા(Dog Attack on girl) ભરીને મારી નાખી હતી. ડૉક્ટર અનુસાર તેના શરીર પર કૂતરાના બચકાના ઓછામાં ઓછા 200 નિશાન હતાં.
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh)થી એક દર્દનાક ઘટના સામે આવી છે. સીબી ગંજ વિસ્તારના બંદિયા ગામમાં મંગળવારે ત્રણ વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ બચકા ભરી (Dog Attack on Girl) ને મારી નાખી હતી. ડૉક્ટર અનુસાર તેના શરીર પર કૂતરાના બચકાના ઓછામાં ઓછા 200 નિશાન હતાં. મજૂર અવધેશ ગંગવારની દીકરી પરી ચાર ભાઈ-બહેનમાં સૌથી નાની હતી. મંગળવારે સાંજ તે ઘરના આંગણામાં રમી રહી હતી અને તેની મોટી બહેન સુનીતા રસોઈ કરી રહી હતી. આ દરમિયાન પરી રમવાના ઉત્સાહ સાથે મેદાનમાં ગઈ અને ત્યાં ભૂખ્યા સાત-આઠ કૂતરાઓએ તેના પર જીવલેણ હુમલો કર્યો.
સ્થાનિક લોકો અનુસાર એક યુવકો મદદ માટે ચીસો પાડી અને તે બાળકીને બચાવવા માટે આસપાસના તમામ લોકો એકત્રિત થયા. પરીને કૂતરાથી બચાવવા માટે મદદ ઉતરેલા લોકોને પણ કૂતરાએ ઈજા પહોંચાડી હતી. બાદમાં પરીને હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી.
ADVERTISEMENT
મૃતક બાળકી પરીના કાકા જિતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, "તે ઘરથી ઘણી દૂર ગઈ હતી અને પરિવારમાં કોઈ મદદ માટે તેની ચીસો સાંભળી શક્યું ન હતું. કૂતરાઓ પણ તેને લગભગ 50 મીટર સુધી ખેંચીને લઈ ગયા હતા અને તેના આખા પર શરીર પર 200 ઘા કર્યા હતા. તેની તેની ગરદન પર ઊંડા કટ હતાં.
આ પણ વાંચો: કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ
ભૂખ્યા રહેવાના કારણે કૂતરાઓ હિંસક બની ગયા
સીબી ગંજના એસએચઓ અશોક કુમારે કહ્યું,અમે ઘટનાની ચકાસણી કરવા માટે ગામમાં એક ટીમ મોકલી છે. પરિવારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોંપવાનો ઇનકાર કર્યો હતો અને હિંદુ વિધિ મુજબ દફનાવી દીધી. આ ઘટના અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે અને રખડતા કૂતરાઓના આતંકને પહોંચી વળવા જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કૂતરાઓએ અનેક બાળકોને શિકાર બનાવ્યા
સ્થાનિક લોકો આ પ્રાણીઓને દરરોજ ખવડાવવાની સ્થિતિમાં નથી. રખડતા કૂતરાઓના આતંક અંગે લોકોએ અનેક વખત નગરપાલિકાને પત્ર લખ્યો છે, પરંતુ સામાન્ય રીતે તેમની ઝુંબેશ થોડાક કૂતરાઓને પકડ્યા બાદ સમાપ્ત થઈ જાય છે. તાજેતરના ભૂતકાળમાં, ગામમાં કૂતરા કરડવાના 15 કેસ નોંધાયા છે. સીબી ગંજના બાંડિયા ગામમાં આ ત્રીજી ઘટના છે. આ પહેલા ગામમાં 10 વર્ષીય મોરપાલ અને સાત વર્ષની બાળકી રોહિણીને રખડતા કૂતરાઓએ હુમલો કરી મારી નાખ્યા હતાં. આ ઉપરાંત ગત વર્ષે 15 માર્ચે રામપુરમાં એક સાત વર્ષના છોકરાને રખડતા ઢોરોએ માર માર્યો હતો, જ્યારે ડિસેમ્બર 2021 માં પીલીભીતમાં આઠ વર્ષની બાળકીના મોતનું કારણ પણ આ જ હતું.