ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના સાહિબાબાદમાં એક જીમ ટ્રેનરે જાહેર જગ્યા પર કિસ કરતા રોક્યા તો તેને ઢોર માર માર્યો હતો, જેમાં તેનું મોત થયું છે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગાઝિયાબાદમાં ફરી એક નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. સાહિબાબાદમાં લોકોના એક જૂથે જિમ ટ્રેનરને ઢોર માર માર્યો હતો. ઘટના બાદ દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જિમ ટ્રેનરનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ 27 વર્ષીય વિરાટ મિશ્રા તરીકે થઈ છે. સાહિબાબાદના રહેણાંક વિસ્તારમાં એક કપલ સ્કૂટી પર ચુંબન કરી રહ્યું હતું ત્યારે વિરાટને આમ કરવાથી રોકવા પર તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઘટના શનિવારે એલઆર કોલેજ નજીક બની હતી. આ ઘટાને બંટીની વ્યક્તિ તથા વિરાટના મિત્રએ પ્રત્યક્ષ જોઈ હતી, જેમણે પાછળથી આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
સાહિબાબાદના લાજપત નગરમાં રહેતો વિરાટ મિશ્રા રાજ નગરના એક જીમમાં ટ્રેનર તરીકે કામ કરતો હતો. એલઆર કોલેજથી થોડે દૂર તેણે એક યુવતી અને એક પુરૂષ વિદ્યાર્થીને તેના ઘર પાસે વાંધાજનક હાલતમાં સ્કૂટી પર સવારી કરતા જોયા. વિરાટે આનો વિરોધ કર્યો હતો. બંટીએ કહ્યું, “મેં એક પુરુષને જોયો જે એક મહિલા સાથે સ્કૂટી પર સવાર હતો અને તેને કિસ કરી રહ્યો હતો. આ જોઈને વિરાટે આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો અને કપલને બીજે ક્યાંક જવા અને રહેણાંક વિસ્તારમાં આવી કૃત્ય ન કરવા કહ્યું. આના પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આરોપીએ તેના કેટલાક મિત્રોને બોલાવીને વિરાટ પર હુમલો કર્યો હતો. મેં દરમિયાનગીરી કરી અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ મને ખૂબ જ ખરાબ રીતે માર્યો.
ADVERTISEMENT
વિરાટનું સારવાર દરમિયાન મોત થયું હતું
વિરાટને પહેલા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તબિયતમાં સુધારો ન થયો ત્યારે તેને દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો, પરંતુ સોમવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. બંટીની ફરિયાદના આધારે સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને હુમલામાં સામેલ છ લોકો, મનીષ કુમાર, મનીષ યાદવ, આકાશ, પંકજ, ગૌરવ કસાના અને વિપુલની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.