Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અખિલેશ યાદવની ઑફરને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાને ગણાવી મુંગેરીલાલ કે હસીન સપને

અખિલેશ યાદવની ઑફરને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાને ગણાવી મુંગેરીલાલ કે હસીન સપને

Published : 21 July, 2024 07:44 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે ગુરુવારે મૉન્સૂન ઑફર આપીને આડકતરી રીતે કેશવ પ્રસાદ મૌર્યને કહ્યું કે ૧૦૦ લાઓ, સરકાર બનાઓ

અખિલેશ યાદવ, કેશવ પ્રસાદ મૌર્ય

અખિલેશ યાદવ, કેશવ પ્રસાદ મૌર્ય


ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારને તોડી પાડવાના સંબંધમાં સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે કરેલી મૉન્સૂન ઑફર ‘૧૦૦ લાઓ, સરકાર બનાઓ’ને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ ‘મુંગેરીલાલ કે હસીન સપને’ ગણાવીને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેમનું આ સપનું પૂરું થવાનું નથી.


એક પોસ્ટમાં મૌર્યએ લખ્યું હતું કે ‘મૉન્સૂન ઑફરને ૨૦૨૭માં જનતા અને BJPના કાર્યકરો ફરી ૪૭ પર રોકી દેશે. આ એક ડૂબતું જહાજ છે અને સમાપ્ત થનારું દળ છે જેનું વર્તમાન અને ભવિષ્ય ખતરામાં છે. તેઓ મુંગેરીલાલ કે હસીન સપનેં જોઈ શકે છે, પણ એ પૂરાં થવાનાં નથી. ૨૦૨૭માં અમે ૨૦૧૭ને દોહરાવીશું અને ફરી એક વાર કમળની સરકાર બનાવીશું.’ ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં BJPને ૪૦૩ બેઠકમાંથી ૩૧૨ બેઠક મળી હતી, એ વખતે સત્તામાં રહેલા અખિલેશ યાદવની પાર્ટી ૪૭ બેઠક માંડ જીતી શકી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2024 07:44 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK