મહિલાનો પતિ રોજ નશો કરતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના રાયબરેલીમાં એક મહિલાએ પહેલા પોતાના પતિને ડંડા વડે માર માર્યો અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી અનુસાર મહિલાનો પતિ રોજ નશો કરતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો. રોજિંદા અપમાનથી કંટાળીને તેણીએ તેના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે મહિલાની ધરપકડ કરી તેણીને ક્સ્ટડીમાં મોકલી દીધી છે. મૃતકની પત્ની અન્નુ બ્યુટી પાર્લર ચલાવીને બાળકોનો ઉછેર કરતી હતી.
15 ડિસેમ્બરે અતુલ મોડી રાત્રે દારૂ પીને આવ્યો અને પત્ની સાથે મારપીટ કરવા લાગ્યો. આ દરમિયાન અન્નુને મોકો મળતા તેણીએ પલંગનો પાયો કાઢ્યો અને અતુલના માથાં પર માર્યો. મજબુત ઘા લાગતા અતુલ બેહોશ થઈ ગયા બાદ અન્નુએ ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી.
ADVERTISEMENT
કહેવામાં આવી રહ્યું છે હત્યા બાદ મહિલા પતિના મૃતદેહ સાથે આરામથી સુઈ ગઈ હતી. સવારે ઉઠીને બાળકોને કહ્યું કે પપ્પાને જગાડતાં નહીં જો તે જાગી ગયા તો મારશે, બાદમાં તે બ્યુટી પાર્લર ચાલી ગઈ. દિવસભર બ્યુટી પાર્લરમાં કામ કર્યુ. સાંજે ઘરે આવીને બાળકો માટે રસોઈ બનાવી. બાળકોને ખવડાવીને સુવાડી દીધા. રાત્રે જ્યારે બાળકો સુઈ ગયા ત્યારે મોહલ્લામાં સન્નાટો થતાં પતિના મૃતદેહને એકલી ખસેડીને ગેટ પર ફેંકી પોતે સુઈ ગઈ. સવાર પડતાં પોતે હાહાકાર કરવા લાગી કે રાતમાં દારૂ પીને આવ્યા અને પડીને મૃત્યુ પામ્યાં. ઘટનાની સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:ત્રણ મહિના સુધી ૯ વર્ષની બાળકી પર હેવાને આચર્યું દુષ્કર્મ, બાંદરાથી ઝડપાયો આરોપી
પોલીસે પાડોશીઓને નિવેદન નોંધ્યા. પરંતુ મૃતકની પત્નીના નિવેદનમાં પોલીસને કેટલીક ખામીઓ જોવા મળી. જેથી પોલીસે પત્નીને કસ્ટડીમાં લઈ કડક પૂછપરછ કરી, આ દરમિયાન તેણીએ ગૂનો કબૂલો લીધો હતો. પોલીસે પત્નીની હત્યાના આરોપસર અન્નુની ધરપકડ કરી ન્યાયિક કસ્ટડીાં મોકલી છે.
આ પણ વાંચો: કર્ણાટક: ચોથા ધોરણના વિદ્યાર્થીની શિક્ષકે કરી ધોલાઈ, પહેલા માળેથી ધક્કો આપતા મોત
જ્યારે આ મામલે વધારે પ્રકાશ પાડતાં પોલીસ અધિકારી વિશ્વજીત શ્રીવાસ્તવએ જણાવ્યું કે 15 ડિસેમ્બરે 112ના માધ્યમથી પોલીસે સુચના મળી કે એક યુવકની ડેડ બૉડી તેના ઘરની બહારથી મળી આવી છે. સુચના મળતાં જ પોલીસ ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના મામલે પોલીસ પાડોશીઓને નિવેદન લઈ FIR દાખલ કરી હતી. આ મામલે ઉકેલવા માટે બાતમીદાર અને સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે મૃતકની હત્યા તેની પત્નીએ કરી છે.