Car Accident on Bareilly-Nainital Highway: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બરેલીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત (Car Accident on Bareilly-Nainital Highway)માં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. નૈનીતાલ હાઈવે (Uttar Pradesh) પર ભોજીપુરામાં બહેડી તરફથી આવી રહેલું ડમ્પર અને શહેરના ફહમ લૉનથી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી અર્ટિગા કાર એક ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સીએનજી ટાંકી ફાટવાના કારણે કારમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત આઠ લોકો દાઝી ગયા હતા.
કારમાં આગ લાગતાં 8 લોકો બળી ગયા
ADVERTISEMENT
ટેન્કર સાથે અથડાયા બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. તેટલું જ નહીં કાર થોડી જ વારમાં રાખ થઈ ગઈ હતી. એક બાળક સહિત તમામ 8 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. તરત જ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓને આવી ગઈ હતી. ડમ્પરમાં ફસાયેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. બળી ગયેલી કારમાં રહેલા મૃતદેહ પણ રાખ થઈ ગયા હતા.
એક કલાક સુધી આગ પર ન મેળવી શકાયો કાબૂ
ઘટનાની માહિતી મળતાં જ ફાયર સ્ટેશનના ચાર વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે તેના પર સરળતાથી કાબૂ મેળવી શકાયો ન હતો. લગભગ એક કલાકની મહેનત બાદ વાહનોમાં લાગેલી આગને ઓલવી શકાઈ હતી, આ સાથે જ મૃતદેહ કારમાં એવી રીતે ફસાઈ ગયા હતા કે તેઓના ટુકડા કરીને બહાર કાઢવા પડ્યા હતા.
બરેલી (Uttar Pradesh)ના ભોજીપુરામાં નૈનીતાલ હાઈવે પર ડમ્પર સાથે કાર ખરાબ રીતે અથડાઇ (Car Accident on Bareilly-Nainital Highway) હતી. તેરે કારમાં આગ લાગી હતી. આ સાથે જ તેનું સેન્ટ્રલ લોક પણ ફસાઈ ગયું હતું. ડમ્પરમાં ફસાયેલી કાર સળગી ગઈ હતી. કોઈને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. કારની અંદર રહેલા લોકો પણ બળીને ખાખ થઈ ગયા હતા.
કારની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે લગભગ પાંચ ફૂટ ઉંચા ડિવાઈડર પર ચડીને સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ હતી. ડમ્પર પણ લગભગ એટલી જ ઝડપે આગળ વધી રહ્યું હતું. તેણે કારને એવી ટક્કર મારી કે તે 25 મીટર આગળ જઈને ફેંકાઇ હતી. આ દરમિયાન કારમાં આગ લાગી હતી અને તે ડમ્પરમાં ફસાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસનું કહેવું છે કે કાર માલિક (Car Accident on Bareilly-Nainital Highway)ની પૂછપરછ કરવામાં આવી રહી છે. શક્ય છે કે તે ટેક્સીની નોંધણી વગર ભાડેથી વાહન ચલાવતો હોય. પ્રત્યક્ષદર્શીઓ તો એવું પણ જણાવી રહ્યાં છે કે આગ લાગતાની સાથે જ કારના તમામ દરવાજા લોક થઈ ગયા હતા.