નુકસાન થયેલી પ્રતિમા બદલીને નવી પ્રતિમા મૂકવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારની હેઠળ આવતા ભૂતખેડી ગામમાં રવિવારે કેટલાક અજાણ્યા લોકોએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતાં લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
સર્કલ ઑફિસર (બુઢાના) વિનય ગૌતમે ગઈ કાલે જણાવ્યું હતું કે નુકસાન થયેલી પ્રતિમા બદલીને નવી પ્રતિમા મૂકવામાં આવશે. આ ઉપરાંત પ્રતિમાને ફરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાં સમાજ વિરોધી તત્ત્વોને ઝડપવા સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવશે. પ્રતિમાને નુકસાન પહોંચાડવા બદલ અજાણ્યા માણસો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તથા તેમની શોધ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
દરમ્યાન બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની તોડફોડથી રોષે ભરાયેલા લોકોએ દોષિતો સામે કાર્યવાહીની માગણી કરી છે. અધિકારીઓએ પ્રતિમા બદલવાની ખાતરી આપ્યા બાદ વિરોધકર્તાઓ શાંત પડ્યા હતા. આ વિસ્તારમાં સાવચેતીના પગલા રૂપે વધારાની પોલીસ તહેનાત કરી સુરક્ષા-વ્યવસ્થા વધારવામાં આવી છે.