સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે હવે પછી અમેરિકાથી કોઈને પણ ડિપોર્ટ કરવામાં આવે તો તેમને પગમાં બેડી અને હાથમાં હાથકડીમાં લગાવવામાં આવે નહીં
સમાજવાદી પાર્ટીના મેરઠના સરધના વિસ્તારના વિધાનસભ્ય અતુલ પ્રધાન બેડીઓમાં બંધાઈને વિધાનસભામાં પહોંચ્યા હતા.
ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટસત્રના પહેલા દિવસે સમાજવાદી પાર્ટીના મેરઠના સરધના વિસ્તારના વિધાનસભ્ય અતુલ પ્રધાન બેડીઓમાં બંધાઈને વિધાનસભામાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘આપણી સરકાર યુવાનોને રોજગાર આપી શકતી નથી તેથી તેઓ ડંકી રૂટ્સના માધ્યમથી અમેરિકા જાય છે. આપણી સંસ્કૃતિ નર એ જ નારાયણને માનનારી છે. આપણા દેશના નાગરિકો સાથે અમેરિકાનો વ્યવહાર ગુલામો જેવો છે. આ અમાનવીય છે. અમે એને સહન નહીં કરીએ. અમારી સરકાર પાસે માગણી છે કે જે નાગરિકોનું અપમાન અમેરિકાએ કર્યું છે તેમની તમામ સંપત્તિ પાછી અપાવવી જોઈએ. સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે હવે પછી અમેરિકાથી કોઈને પણ ડિપોર્ટ કરવામાં આવે તો તેમને પગમાં બેડી અને હાથમાં હાથકડીમાં લગાવવામાં આવે નહીં.’

