જોકે ટ્રેનની ઉપર બેસીને કેમ મુસાફરી કરતો હતો એનો તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.
પ્રતીકાત્મક તસવીર
એક વિચિત્ર ઘટનામાં રેલવે પોલીસે દિલ્હીથી કાનપુર જતી હમસફર ટ્રેનની છત પર પ્રવાસ કરતા ૩૦ વર્ષના યુવાનની ધકપકડ કરી હતી. ટ્રેન ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી હતી. શૉકિંગ વાત એ છે કે ટ્રેનની છતથી માત્ર પાંચ ફુટના અંતરે ૧૧,૦૦૦ વૉલ્ટની ઇલેક્ટ્રિક લાઇન પસાર થતી હોવા છતાં યુવાન હેમખેમ રહ્યો હતો. ટ્રેન કાનપુર રેલવે-સ્ટેશન આવી પહોંચી ત્યારે પોલીસની નજર છત પર સૂઈ રહેલા દિલીપ નામના આ યુવાન પર ગઈ હતી. શરૂઆતમાં તો તે જીવતો નથી એવું પોલીસને લાગ્યું હતું, પણ બાદમાં ખ્યાલ આવ્યો કે તે હેમખેમ છે. ઇલેક્ટ્રિક લાઇન કાપીને તેને નીચે ઉતારવામાં આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે ટ્રેનની ઉપર બેસીને કેમ મુસાફરી કરતો હતો એનો તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.