જોકે મતગણતરીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો નથી
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે ગઈ કાલે ત્રણ રાજ્યો કેરલા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોમાં ફેરફાર જાહેર કર્યા હતા.
ઉત્તર પ્રદેશમાં નવ, પંજાબમાં ચાર અને કેરલામાં બે વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી હવે ૧૩ નવેમ્બરને બદલે ૨૦ નવેમ્બરે યોજાશે. જોકે મતગણતરીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. એ નિયત તારીખ મુજબ ૨૩ નવેમ્બરે જ યોજાશે. આ રાજ્યોમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ મુદ્દે ચૂંટણીપંચે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસ, ભારતીય જનતા પાર્ટી (BJP), બહુજન સમાજ પાર્ટી (BSP), રાષ્ટ્રીય લોક દળ (RLD) અને અન્ય રાષ્ટ્રીય અને સ્ટેટ-લેવલની પાર્ટીઓએ આ મુદ્દે વિનંતી કરી હતી અને તહેવારોને કારણે મતદાન ઓછું થશે એવી ચિંતા વ્યક્ત કરી હતી. એને પરિણામે આ બદલાવ કરવામાં આવ્યો હતો.