બધા કુંભમાં બધા જિલ્લાની ફાયર-બ્રિગેડની ગાડીઓ ફરજ પર હતી, આ ગાડીઓ રિટર્ન પ્રવાસમાં સંગમજળ લઈ જઈ રહી છે
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં આવેલા પવિત્ર ત્રિવેણી સંગમના જળને રાજ્યના ૭૫ જિલ્લાઓમાં મોકલવા માટે બનાવેલી યોજના અનુુસાર ફાયર-બ્રિગેડની ગાડીઓમાં આ પવિત્ર જળ દરેક જિલ્લા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. જે લોકો સંગમ સુધી સ્નાન કરવા આવી શક્યા નથી તે લોકો માટે આ જળ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
યોગી આદિત્યનાથના આદેશ પર ફાયર-બ્રિગેડ વિભાગે એની શરૂઆત કરી દીધી છે. મહાકુંભ નગરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ફાયર-બ્રિગેડની ગાડીઓ ડ્યુટી માટે લાવવામાં આવી હતી અને એમની પાછા જવાની જર્નીમાં તેઓ સંગમનું જળ ભરીને જઈ રહી છે.
ADVERTISEMENT
પહેલા તબક્કામાં ૨૧ જિલ્લાની ફાયર-બ્રિગેડની ગાડીઓ સંગમનું જળ લઈને જઈ રહી છે. આ જળ ધાર્મિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. તમામ જિલ્લામાંથી ફાયર-બ્રિગેડની ગાડીઓ આવી હતી એથી તમામ જિલ્લાઓમાં આ જળ પહોંચશે. સ્થાનિક સ્તરે આ જળ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની રહેશે. આમ ઉત્તર પ્રદેશના જે લોકો સંગમમાં સ્નાન કરી શક્યા નથી તેમના માટે ઘેર બેઠાં ગંગા આવશે.
સંગમતટ પર ભક્તોનો હજીયે ધસારો દેખાયો
પ્રયાગરાજમાં ગઈ કાલે અનેક લોકો સંગમમાં ડૂબકી લગાવતા જોવા મળ્યા હતા.

