UP Crime: 16 વર્ષના છોકરાએ તેના પિતાની હત્યા કરવા માટે ત્રણ શૂટર્સની મદદ લીધી હતી. એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
હત્યાની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- આ સગીર છોકરો તેના પિતાથી ખૂબ જ ગુસ્સે ભરાયો હતો
- પિતાએ તેને પૂરતા વાપરવા પૈસા આપ્યા ન હતા માટે તેણે આવું પગલું ભર્યું હતું
- ધરપકડ કરાયેલા શૂટરોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે
UP Crime: ઉત્તર પ્રદેશમાંથી ફરી એકવાર ચોંકાવનારી હરકત સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે એક 16 વર્ષના છોકરાની ધરપકડ કરી લીધી છે. આ છોકરાએ તેના પિતાની હત્યા કરવા માટે ત્રણ શૂટર્સની મદદ લીધી હતી. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ સાથે જ પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ વર્ષના છોકરાની સાથે જ આ કેસમાં સંડોવાયેલા ત્રણ હુમલાખોરો પીયૂષ પાલ, શુભમ સોની અને પ્રિયાંશુની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોતાના પિતાની હત્યા માટે ત્રણ શૂટરોને પૈસા આપવાનું વચન આપ્યું છોકરાએ
આ કેસમાં મળતી માહિતી મુજબ સગીરે ધરપકડ કરાયેલા શૂટરોને તેના પિતાની હત્યા (UP Crime) કરવા માટે અપોઇન્ટ કર્યા હતા. ગુરુવારે પટ્ટી વિસ્તારમાં બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરોએ બિઝનેસમેન ૫૦ વર્ષીય મોહમ્મદ નઇમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
ADVERTISEMENT
છોકરાએ તેના પિતાની હત્યા માટે આ ત્રણ શૂટરોને 6 લાખ રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું. આ કૃત્ય (UP Crime) કરવા માટે છોકરાએ શૂટરોને રૂ. 1.5 લાખ એડવાન્સ પણ ચૂકવી દીધા હતા. આખરે એડવાંન્સ પૈસા તો મળ્યા હવે બાકીની રકમ પણ મળશે એમ માનીને ત્રણ શૂટરોએ આ છોકરાના કહેવા પ્રમાણે તેના પિતાની હત્યા કરી નાખી હતી.
શા માટે ૧૬ વર્ષનો છોકરો તેના પિતાની હત્યા કરવા ઈચ્છતો હતો?
પ્રાપ્ત માહિતી અનુસાર આ સગીર છોકરો તેના પિતાથી ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. કારણ કે તેના પિતાએ તેને પૂરતા વાપરવા પૈસા આપ્યા ન હતા. પરંતુ આ સગીરને પૈસા વાપરવા હતા. કંટાળીને આ છોકરાએ તેના પિતાની જ કતલ કરી નાખવાનો પ્લાન બનાવ્યો.
આ પહેલાં પણ તેણે પિતાને મારી નાખવાનો પ્લાન કર્યો જ હતો
ત્રણ શૂટરોની મદદથી સગીરે તેના પિતાની હત્યા (UP Crime) કરી તે પહેલાં પણ જ્યારે તેના પિતા તેને પૈસા ન આપતા ત્યારે પોતાની ઈચ્છા પૂરી કરવા તે ઘણીવાર દુકાનમાંથી પૈસા કે ઘરેણાની ચોરી કરતો હતો. તેણે ભૂતકાળમાં પણ તેના પિતાને મારી નાખવાની યોજના બનાવી હતી પરંતુ તે કોઈ કારણોસર નિષ્ફળ ગયો હતો.
ત્રણ શૂટરો અને સગીર છોકરાને સજા ફટકારી પોલીસે
આ કેસ સામે આવ્યો ત્યારબાદ પોલીસે પણ આરોપીઓની ધરપકડ કરી દીધી હતી. ધરપકડ કરાયેલા શૂટરોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે સગીરને કિશોર કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે.
સોમવારે પણ આવી જ એક બીજી ઘટના (UP Crime) પ્રકાશમાં આવી હતી. જેમાં રાજસ્થાનના ડુંગરપુરના બલવારા સમિત ગામમાં એક 30 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે તેના પિતાની હત્યા કરી હતી. ત્યારબાદ પિતાની હત્યા કરી મૃતદેહને પાંચ દિવસ સુધી ઘરની અંદર દાટી રાખ્યો હતો.