Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યા, વારાણસી અને મથુરા હાઈ-અલર્ટ

અયોધ્યા, વારાણસી અને મથુરા હાઈ-અલર્ટ

Published : 17 April, 2023 11:29 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યોગી આદિત્યનાથ સરકારે આ ઘટનાનો એક રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યો છે. 

વારાણસીના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે ત્યારે ગઈ કાલે ફ્લૅગમાર્ચ કરી રહેલા પોલીસના જવાનો.

વારાણસીના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે ત્યારે ગઈ કાલે ફ્લૅગમાર્ચ કરી રહેલા પોલીસના જવાનો.


ગૅન્ગસ્ટર અતિક અહમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હત્યાના એક દિવસ બાદ ગઈ કાલે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ધાર્મિક રીતે મહત્ત્વનાં તમામ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અયોધ્યા, વારાણસી અને મથુરા જેવાં શહેરોમાં વધારે સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. અયોધ્યામાં તમામ મહત્ત્વનાં સ્થળોએ પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે. શ્રીરામ મંદિરના સ્થળે સીઆરપીએફ અને લોકલ પોલીસને સમાવતી ​ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. 


મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અતિક-અશરફની હત્યાની ત્રણ સભ્યોના ન્યાયિક પંચ દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. યોગી આદિત્યનાથ સરકારે આ ઘટનાનો એક રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2023 11:29 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK