ઉત્તર પ્રદેશના સંભલ અને ચંદૌસીમાં ચાલી રહેલા ખોદકામમાં રોજ નવાં-નવાં તથ્યો બહાર આવી રહ્યાં છે : મુસ્લિમ બહુમતીવાળા આ વિસ્તારમાં વાવડીની આસપાસનાં અતિક્રમણો દૂર કરવાનો ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે આપ્યો આદેશ
ઉત્તર પ્રદેશના સંભલ અને ચંદૌસીના મુસ્લિમ બહુમતીવાળા લક્ષ્મણગંજ વિસ્તારમાં ચાલી રહેલા ખોદકામમાં રોજ નવાં-નવાં તથ્યો બહાર આવી રહ્યાં છે.
ઉત્તર પ્રદેશના સંભલ અને ચંદૌસીના મુસ્લિમ બહુમતીવાળા લક્ષ્મણગંજ વિસ્તારમાં ચાલી રહેલા ખોદકામમાં રોજ નવાં-નવાં તથ્યો બહાર આવી રહ્યાં છે. સૌથી પહેલાં સંભલમાં ખોદકામ વખતે મંદિર અને કૂવો મળ્યા બાદ ચંદૌસીમાં ખોદકામ દરમ્યાન વાવડી અને પ્રાચીન ઇમારત મળી આવી હતી. હજી તો વાવડીનું ખાદકામ ચાલી જ રહ્યું છે ત્યાં હવે એક લાંબી સુરંગ મળી આવી છે. સુરંગના સમાચાર આવતાં જ ત્યાંના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (DM) ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે સુરંગના રસ્તામાં કરવામાં આવેલું અતિક્રમણ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
આ બધું જમીનની નીચે દબાયેલું હતું. સંભલમાં બાંકેબિહારી મંદિરની આસપાસ આ બધું ખોદકામ થઈ રહ્યું છે. DMનું કહેવું છે કે ‘આ ૧૫૦ વર્ષ જૂની વાવડી છે અને એના સર્વે માટે આર્કિયોલૉજિકલ ડિપાર્ટમેન્ટની ટીમને કહેવામાં આવ્યું છે. રેકૉર્ડ મુજબ ૪૦૦ સ્ક્વેરમીટર જમીનમાં વાવડી ફેલાયેલી છે જેમાંથી ૨૧૦ સ્ક્વેરમીટરમાં વાવડી છે અને બાકીના ભાગમાં અતિક્રમણ થઈ ગયું છે જે દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.’