એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) અને એસડીઆરએફ (સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
લખનઉ : લખનઉના વઝીરહસન રોડસ્થિત અલાયા અપાર્ટમેન્ટ ઓચિંતું તૂટી પડ્યું હતું, જેમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. ઓછામાં ઓછા ત્રણ જણનાં મોત થયાં છે. આ અપાર્ટમેન્ટ ગઈ કાલે સાંજે સાત વાગ્યાની આસપાસ ઓચિંતું ધ્વસ્ત થયું હતું. એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) અને એસડીઆરએફ (સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે ઘટનાની જાણકારી મળતાં ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. પાવરલાઇન્સના કારણે જેસીબીને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ રહી છે.