વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું બજેટ વિશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
સમાજના તમામ વર્ગને આ બજેટ મજબૂતી પ્રદાન કરશે; આ બજેટ દેશના ગરીબ, ગામના લોકો અને ખેડૂતોને સમૃદ્ધિના પથ પર લઈ જશે.
છેલ્લાં ૧૦ વર્ષમાં પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર નીકળ્યા છે. આ બજેટ સમાજના મિડલ ક્લાસના સશક્તીકરણ માટે છે. યુવાઓને આ બજેટથી અસીમિત અવસર મળશે.
આ બજેટથી શિક્ષણ અને કૌશલ્યને નવો આયામ મળશે. એ નવા મધ્યમ વર્ગને તાકાત આપશે અને મહિલાઓ, નાના વેપારીઓ અને માઇક્રો, સ્મૉલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME)ને મદદ કરશે.
ADVERTISEMENT
આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપનારું છે. આ બજેટમાં આદિવાસી, દલિત અને પછાત વર્ગના લોકો માટે ઘણી યોજના લાવવામાં આવી છે. એમાં નાણાકીય સહાયની ખાતરી અપાઈ છે. દેશના સંરક્ષણ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા માટે બજેટમાં ઘણી જોગવાઈ છે. ટૂરિઝમ સેક્ટર માટે પણ જોગવાઈઓ છે. સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન સેક્ટરોમાં આ બજેટ નવી તકોનું નિર્માણ કરશે.
કેન્દ્ર સરકારની એમ્પ્લૉયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમથી રોજગારની વધુ તકોનું નિર્માણ થશે. એમાં પહેલી નોકરીમાં જોડાનારા કર્મચારીઓને પહેલો પગાર સરકાર આપશે. ગામડાંના યુવાનોને દેશની ટોચની કંપનીઓમાં કામ કરવાની તક મળશે.