તેમણે આ બજેટને ભારત માટેનું નહીં, પણ નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)નું બજેટ ગણાવ્યું હતું
ફાઇલ તસવીર
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં પશ્ચિમ બંગાળના ભાગે કંઈ આવ્યું નથી એવો દાવો તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના નેતાઓએ કર્યો હતો. તેમણે આ બજેટને ભારત માટેનું નહીં, પણ નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)નું બજેટ ગણાવ્યું હતું.
આ મુદ્દે TMCના સંસદસભ્ય કલ્યાણ બૅનરજીએ બજેટને ખુરસી-બચાવો બજેટ ગણાવતાં કહ્યું હતું કે ‘આ બજેટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોઝિશન બચાવવા માટેનું છે. એ ભારત માટે નહીં પણ NDA માટેનું બજેટ છે. ગયા બજેટમાં તેમણે ઓડિશામાં અનેક પ્રોજેક્ટ આપ્યા હતા, પરંતુ આ વર્ષે તેઓ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા છે એટલે એ રાજ્યને કંઈ આપ્યું નથી. પશ્ચિમ બંગાળ માટે પણ કંઈ નથી.’