Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Union Budget 2023: સોનું-ચાંદી સહિતની આ વસ્તુઓ થઈ મોંઘી, જાણો શું થયું સસ્તું 

Union Budget 2023: સોનું-ચાંદી સહિતની આ વસ્તુઓ થઈ મોંઘી, જાણો શું થયું સસ્તું 

Published : 01 February, 2023 01:33 PM | Modified : 01 February, 2023 01:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) સામાન્ય બજેટ 2023 (Union Budget 2023) રજૂ કર્યુ છે. આ સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જાણીએ આ બજેટમાં કઈ વસ્તુઓ મોંઘી થઈ છે અને કઈ સસ્તી.

નિર્મલા સીતારમણે બજેટ કર્યુ રજૂ

Union Budget 2023

નિર્મલા સીતારમણે બજેટ કર્યુ રજૂ


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)સામાન્ય બજેટ 2023 (Union Budget 2023)રજૂ કર્યું છે. આ સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ટેક્સ સ્લેબ (Tax Slab)માં ઘટાડો એ સૌથી મોટી જાહેરાત છે. સરકારે જૂની ટેક્સ સિસ્ટમ નાબૂદ કરી. આ દરમિયાન નાણામંત્રીએ એ પણ જણાવ્યું કે કઈ વસ્તુઓ સસ્તી થઈ રહી છે અને કઈ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. આવો જાણીએ કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ પર વધુ પૈસા ચૂકવવા પડશે.


શું થયું સસ્તું



  • મોબાઈલ ફોન અને કેમેરા લેન્સ સસ્તા થશે.
  • વિદેશથી આવતી ચાંદી સસ્તી થશે
  • LED ટીવી અને બાયોગેસ સંબંધિત વસ્તુઓ સસ્તી થશે
  • ટીવીના કેટલાક ઘટકો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે
  • ઇલેક્ટ્રિક કાર, રમકડાં અને સાઇકલ સસ્તી થશે
  • હીટ કોઇલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી

આ પણ વાંચો: Union Budget 2023: ટેક્સને લઈ બજેટમાં મોટી જાહેરાત, જાણો શું કહ્યું સીતારમણે

શું થયું મોંઘું


  • સોનું-ચાંદી અને પ્લેટિનમ મોંઘા થશે.
  • સિગારેટ મોંઘી થશે, ડ્યુટી 16% વધી

આ પણ વાંચો: દેશના આ નાણાં પ્રધાનને એક પણ વાર નહોતી મળી બજેટ રજૂ કરવાની તક, જાણો વિગત

બજેટના ભાષણના મહત્વના મુદ્દાઓ

  • સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ હેઠળ 15 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • માસિક આવક ખાતું યોજના હેઠળ વર્તમાન 4.5 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.
  • મહિલા સન્માન બચત પ્રમાણપત્રો જારી કરવામાં આવશે, જેનો કાર્યકાળ બે વર્ષનો હશે અને તે અંતર્ગત બે વર્ષ સુધી મહિલા અથવા બાળકીના નામે બે લાખ રૂપિયા જમા કરાવી શકાશે.
  • એકમો માટે સામાન્ય ID PAN હશે. MSMEની જપ્ત કરાયેલી રકમમાંથી 95% પરત કરવામાં આવશે. કોરોના રોગચાળામાં જપ્ત કરાયેલી રકમ પરત કરવામાં આવશે.
  • ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20,700 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
  • પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે. દેશમાં 30 `સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર`ની સ્થાપના કરવામાં આવશે.
Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK