મોદીએ કહ્યું હતું કે ‘વિશ્વ જે આશાનું કિરણ જોઈ રહ્યું છે એ વધારે પ્રકાશિત થશે. હું મક્કમતાથી માનું છું કે નાણાપ્રધાન આ અપેક્ષાઓને પાર પાડવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે.’
નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદના બજેટ સત્રના પહેલા દિવસે મીડિયાને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ભારતના બજેટમાં સામાન્ય લોકોની આશાઓ અને અપેક્ષાઓને તો પાર પાડવાની કોશિશ થશે જ, પરંતુ સાથે જ વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિ ડામાડોળ છે ત્યારે એ દુનિયા માટે આશાનું કિરણ પણ બની રહેશે.
સંસદના બજેટ સત્ર પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે અને શરૂઆતમાં જ અર્થજગતમાં જેને માન્યતા હોય છે એવા અવાજ ચારેબાજુથી પૉઝિટિવ મેસેજીસ લઈને આવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : Budget 2023 LIVE: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ
મોદીએ કહ્યું હતું કે ‘વિશ્વ જે આશાનું કિરણ જોઈ રહ્યું છે એ વધારે પ્રકાશિત થશે. હું મક્કમતાથી માનું છું કે નાણાપ્રધાન આ અપેક્ષાઓને પાર પાડવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે.’
મોદીએ વધુ કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિનું ભાષણ ભારતના બંધારણ અને ભારતની સંસદીય વ્યવસ્થાનું ગૌરવ છે. ખાસ કરીને નારી સન્માન અને દેશની આપણા મહાન આદિવાસી પરંપરાના સન્માનનો પણ અવસર છે.’

