Uniform Civil Code:યૂનિફૉર્મ સિવિલ કોડને લઈને શિવસેના (યૂબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આથી હિંદુઓ અને મુસલમાન બન્નેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.
ઉદ્ધવ ઠાકરે (ફાઈલ તસવીર)
Uniform Civil Code:યૂનિફૉર્મ સિવિલ કોડને લઈને શિવસેના (Shiv Sena) (યૂબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આથી હિંદુઓ અને મુસલમાન બન્નેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.
લૉ કમીશને સમાન નાગરિક સંહિતા (યૂસીસી)ને લઈને લોકો અને વિભિન્ન ધાર્મિક સંગઠનો પાસે વિચાર માગ્યા છે. આ દરમિયાન આને લઈને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે યૂનિફૉર્મ સિવિલ કોડનું સમર્થન કરીએ છીએ, પણ આથી બધાને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "જે પણ યૂસીસી લાવી રહ્યા છે તેમણે એ ન વિચારવું જોઈએ કે આમ કરવાથી માત્ર મુસલમાનોને મુશ્કેલી થશે પણ આમ કરવાથી હિંદુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાથે જ અનેક પ્રશ્નો ઉઠશે. ગોવધ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધી બૅન મૂકવો પડશે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ પર્રિકર પોતે કહેતા હતા કે રાજ્યમાં ગાયની અછત છે તો આપણે આની આયાત કરવી પડશે."
યૂસીસીને લઈને વિપક્ષી દળોનું શું કહેવું છે?
સમાન નાગરિક સંહિતાને કૉંગ્રેસ અને ટીએમસી સહિત અનેક વિપક્ષી દળોએ આને ચૂંટણી સાથે જોડી દીધું છે. કૉંગ્રેસનું કહેવું છે કે કેન્દ્ર સરકાર પોતાના અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે આમ કરે છે. કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે મોદી સરકાર ધ્રુવીકરણના પોતાના અજેન્ડાને વૈધાનિક રૂપ આપવા માગે છે.
તે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની જેડીયૂનું કહેવું છે કે યૂસીસીના મુદ્દા પર બધા પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર હતાશાને કારણે વિભાજનકારી રાજનીતિને વેગ આપી રહી છે.
પાર્ટી પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કર્યું હતું કે સરકાર મોંઘવારી પર કાબૂ મેળવવા અને રોજગાર આપવાના વાયદામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે બીજેપી 2024 પહેલા ફરી વિભાજનકારી નીતિની આગને ભડકાવવાનો પ્રયત્ન કરી રહી છે. વિપક્ષી દળો પર બીજેપીએ પલટવાર કરતા કહ્યું કે અનેક લોકો આને ધર્મ સાથે જોડી રહ્યા છે.
બીજેપીએ શું કહ્યું?
કેન્દ્રીય રક્ષા મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે દાવો કર્યો કે યૂસીસીને લઈને અલ્પસંખ્યક સમુદાયના લોકો પણ કહી રહ્યા છે કે અમે આ મામલે અગ્રેસિવ વલણ નહીં અપનાલીએ, પણ ત્યાર બાજ વિપક્ષી દળો કારણ વગરનો હોબાળો ઊભો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે એટલે કે 20 જૂનના એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરી. સીએમ ધામીએ કહ્યું કે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા Uniform Civil Codeનો ડ્રાફ્ટ લગભગ સંપૂર્ણ રીતે બની ગયો છે. યૂનિફૉર્મ સિવિલ કોડ પર વાત કરતા સીએમ ધામીએ કહ્યું કે UCC કમિટીએ 2 લાખથી વધારે લોકોની સલાહ માટે ત્યાર બાદ આ તૈયાર કરવામાં આવ્યું. UCC લાગુ પાડવા મામલે પ્રદેશના બધા પ્રમુખ દળો અને સંગઠનો સાથે પણ વાત કરવામાં આવી. સીએમનું કહેવું છે કે જે બધા માટે સારું હશે તે લાવવામાં આવશે.