Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિવાળીની રાતે ફટાકડા ફોડી રહેલા કાકા-ભત્રીજાની ૭૦,૦૦૦ રૂપિયા માટે કરવામાં આવી હત્યા

દિવાળીની રાતે ફટાકડા ફોડી રહેલા કાકા-ભત્રીજાની ૭૦,૦૦૦ રૂપિયા માટે કરવામાં આવી હત્યા

Published : 02 November, 2024 07:35 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપી આકાશ શર્માને પગે લાગ્યો ત્યાર બાદ તેના શૂટરે ગોળીઓ વરસાવી : ૧૫ વર્ષનો પુત્ર ક્રિશ શર્મા પણ ઘાયલ

સ્કૂટર પર બેઠેલો આરોપી અને ફાયરિંગ કરતો તેનો શૂટર.

સ્કૂટર પર બેઠેલો આરોપી અને ફાયરિંગ કરતો તેનો શૂટર.


દિલ્હીમાં દિવાળીની રાત્રે પોતાના ઘરની બહાર ફટાકડા ફોડી રહેલા કાકા-ભત્રીજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાત્રે આઠ વાગ્યે શાહદરા વિસ્તારમાં આવેલી ફર્શબજારમાં ૪૪ વર્ષના આકાશ શર્મા, તેમનો ૧૫ વર્ષનો પુત્ર ક્રિશ શર્મા અને ૧૬ વર્ષનો ભત્રીજો રિષભ શર્મા ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે સ્કૂટી પર ૧૭ વર્ષનો એક છોકરો આવે છે અને આકાશ શર્માને પગે લાગે છે. ત્યાર બાદ ત્યાં જ એક બાજુએ ઊભો રહેલો માણસ આકાશ શર્મા પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દે છે જેમાં આકાશનું મૃત્યુ થાય છે અને તેમનો પુત્ર ગોળી વાગવાને લીધે ઘાયલ થઈ જાય છે. આ જોઈને હત્યારાની પાછળ ભાગનારા રિષભ પર પણ આરોપીઓ ગોળી ચલાવીને તેને પણ મોતને ઘાટ ઉતારીને ભાગી જાય છે.


૧૭ વર્ષનો ટીનેજર આકાશ શર્માનો દૂરનો સગો છે અને તેણે મહિના પહેલાં આકાશ શર્માને ૭૦,૦૦૦ રૂપિયા ઉધાર આપ્યા હતા, પણ તે આ ટીનેજરને પૈસા પાછા નહોતો આપતો તેમ જ તેના ફોન પણ નહોતો ઉપાડતો. આથી ગુસ્સામાં તેણે આકાશ શર્માની હત્યાની સુપારી આપી હતી. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે કહ્યું હતું કે આરોપીએ ૧૭ દિવસ પહેલાં જ હત્યાનું પ્લાનિંગ કરી નાખ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2024 07:35 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK