Ujjain Temple Inccident: દાઝી ગયેલા એક 80 વર્ષના સેવક સત્યનારાયણ સોનીની હાલત ગંભીર હતી. તેઓને સારવાર માટે મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નિધન માટેની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- પ્રશાસને તમામ ઈજાગ્રસ્તોને ઈલાજ માટે ઈન્દોર દાખલ કર્યા હતા
- સેવક સત્યનારાયણ સોની ઘણા વર્ષોથી મહાકાલેશ્વર મંદિરમાં સેવા આપી રહ્યા હતા
- ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મુખ્યમંત્રીએ સાવચેત રહેવા સૂચના પણ આપી હતી
હોળી (Holi)ની વહેલી સવારે એટલે કે 25મી માર્ચે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આગની ભયંકર ઘટના (Ujjain Temple Inccident) બની હતી. જેમાં મહાકાલ મંદિરનાં ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 14 લોકો ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા. મંદિરનાં ગર્ભગૃહમાં પૂજા કરી રહેલા પૂજારીઓને આ આગને કારણે ઇજા થઈ હતી. તમને જણાવી દઈએ કે પ્રશાસને તમામ ઈજાગ્રસ્તોને ઈલાજ માટે ઈન્દોર દાખલ કર્યા હતા.
આગમાં દાઝી ગયેલા 80 વર્ષના સેવકે આખરે દમ તોડ્યો
ADVERTISEMENT
આ આગ (Ujjain Temple Inccident)માં દાઝી ગયેલા એક 80 વર્ષના સેવક સત્યનારાયણ સોનીની હાલત ગંભીર હતી. તેઓને સારવાર માટે મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે પ્રાપ્ત અહેવાલો અનુસાર સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. ઉજ્જૈનના જિલ્લા કલેક્ટરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે.
મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
પ્રાપ્ત માહિતી અનુસાર સેવક સત્યનારાયણ સોની ઘણા વર્ષોથી મહાકાલેશ્વર મંદિરમાં સેવા આપી રહ્યા હતા. જેમણે મહાકાલ મંદિરમાં સવારની ભસ્મ આરતી દરમિયાન મહિલા ભક્તોને તેમના પડદા હટાવવા માટે તેમના અવાજનો ઉપયોગ કર્યો હતો, સેવક સત્યનારાયણને પહેલા ઈન્દોરની ઓરોબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થવાને કારણે તેમને મુંબઈની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હવે આજે તેમનું મોત નિપજ્યું હતું.
કયા કારણોસર આગ લાગી હતી?
તમને જણાવી દઈએ કે હોળીના દિવસે સવારે 5.50 વાગ્યે મંદિરના ગર્ભગૃહમાં આગ (Ujjain Temple Inccident) ફાટી નીકળી હતી. ત્યારે મંદિરમાં પૂજા ચાલી રહી હતી. આ દરમિયાન પૂજાની થાળી પર ગુલાલ મૂકવામાં આવ્યો હતો. આ ગુલાલની સાથે સળગતો કપૂર પણ મૂકવામાં આવ્યો હતો. જેને કારણે આ આગ જમીન પર ફેલાઈ ગઈ હતી જેના તેણે વિકરાળ સ્વરૂપ લીધું હતું. જોકે, આ સમગ્ર આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
એક એક લાખ રૂપિયા ખર્ચીને સારવાર કરવામાં આવી હતી
જોકે આવી ઘટના (Ujjain Temple Inccident) બન્યા બાદ મંદિર પ્રશાસન ખૂબ જ સતર્ક થઈ ગયું હતું. અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મુખ્યમંત્રીએ સાવચેત રહેવા સૂચના પણ આપી હતી. આ આગની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે તમામ ઘાયલોની સારવાર માટે દરેકને 1 લાખ રૂપિયાની સહાય રકમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌ ઘાયલોની સારવાર ચાલી રહી હતી. તેમાંથી હવે એક સેવકનું મુંબઈમાં મોત થતાં ચકચાર મચી જવા પામી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પણ સીએમ ડો. મોહન સાથે વાત કરી હતી.
આ ઘટનાને મામલે પીએમ મોદીએ પણ ત્યાંનાં સીએમ સાથે વાત કરી હતી. તેમણે પણ સંબંધિત જાણકારી મેળવી હતી.