ઉજ્જૈનમાં બિરાજતા વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર ભગવાનની પ્રાતઃકાળની ભસ્મ આરતીનાં દર્શન કરવાનો લહાવો અલૌકિક હોય છે અને એ લહાવો લેવા માટે હવે ભક્તોને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID)વાળાં રિસ્ટ-બૅન્ડ અપાશે.
લાઇફમસાલા
ઉજ્જૈન શ્રી મહાકાલેશ્વર
ઉજ્જૈનમાં બિરાજતા વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર ભગવાનની પ્રાતઃકાળની ભસ્મ આરતીનાં દર્શન કરવાનો લહાવો અલૌકિક હોય છે અને એ લહાવો લેવા માટે હવે ભક્તોને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID)વાળાં રિસ્ટ-બૅન્ડ અપાશે. એટલે કે જેમની પાસે આ બૅન્ડ હશે એ જ ભક્તો ભસ્મ આરતીનાં દર્શન કરવા મંદિરમાં પ્રવેશ કરી શકશે. ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે આ બૅન્ડનું નિરીક્ષણ પણ કરી લીધું છે. મંદિરમાં ગેરકાયદે પ્રવેશ, વચેટિયા અને છેતરપિંડીને રોકવા માટે આ નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. મહાકાલ મંદિર સમિતિના વ્યવસ્થાપક ગણેશ કુમાર ધાકડે કહ્યું કે મહાકાલ મહાલોકમાંથી સામાન્ય અને અવંતિકા દ્વાર-1 પરથી પ્રોટોકૉલ ધરાવતા ભક્તોને પ્રવેશ અપાશે. ભાવિકો મોબાઇલ નંબર જણાવશે એ પછી તેમના બૅન્ડ પર ક્યુઆર કોડ પ્રિન્ટ કરીને ભક્તોને એન્ટ્રી અપાશે. આ બૅન્ડ કાગળનો હશે અને એનો એક જ વાર ઉપયોગ કરી શકાશે. ઍરપોર્ટ અને મેટ્રો સ્ટેશનોમાં હોય છે એવાં બૅરિયર ભવિષ્યમાં મુખ્ય દ્વાર પર લગાવાશે. આ બૅરિયર પણ બૅન્ડ થકી જ ખૂલશે. બૅન્ડને કારણે ભક્તોએ લાંબી-લાંબી લાઇનોમાં ઊભા રહેવું નહીં પડે અને ભક્તોની તપાસ પણ થઈ જશે. આ સુવિધા શરૂ થયા પછી એક કલાકમાં ૧૦૦૦ શ્રદ્ધાળુઓનું સ્કૅનિંગ કરી શકાશે.