વિદેશી આતંકવાદીઓનો સફાયો બોલાવવા માટે પૅરાટ્રુપર્સની પણ મદદ લેવાઈ છે.
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ સબ-ડિવિઝનમાં આતંકવાદીઓએ આર્મીના પેટ્રોલ પર કરેલા હુમલામાં બે જવાનો શહીદ થયા હતા. આર્મીએ ગઈ કાલે બપોરે અનંતનાગ જિલ્લાના જંગલ વિસ્તારમાં અહલાન ગડોલેમાં શરૂ કરેલા આતંકવાદી વિરોધી અભિયાનમાં આતંકવાદીઓના બેફામ અને અંધાધૂંધ ગોળીબારમાં બે નાગરિકોને ઈજા પહોંચી છે. વિદેશી આતંકવાદીઓનો સફાયો બોલાવવા માટે પૅરાટ્રુપર્સની પણ મદદ લેવાઈ છે. આ આતંકવાદી વિરોધી અભિયાન જારી છે અને આર્મીની વધુ ટુકડીઓ રવાના કરાઈ છે. ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં પણ કોકરનાગના આ વિસ્તારમાં આતંકવાદીઓના ખાતમા માટે ચલાવવામાં આવેલા ઑપરેશનમાં એક કમાન્ડિંગ ઑફિસર, મેજર અને ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સહિત ત્રણ જણ શહીદ થયા હતા.