આવા આરોપ લગાડવા બદલ બેઉ વિધાનસભ્યોની આકરી ટીકા કરીને સુનીલ જાખડે ચૂંટણીપંચને આ આરોપો વિશે તપાસ કરીને સત્ય બહાર લાવવા વિનંતી કરી હતી
આમ આદમી પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ જવા માટે અમને વીસથી પચીસ કરોડ રૂપિયાની ઑફર મળી હતી એવો દાવો કરીને બે દિવસ પહેલાં પંજાબના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી (AAP)ના બે વિધાનસભ્યોએ સનસનાટી મચાવી હતી, પણ એ દાવાને ફગાવી દઈને પંજાબ BJPના પ્રમુખ સુનીલ જાખડે જણાવ્યું હતું કે ૫,૦૦૦ રૂપિયાની ચીજ માટે કોણ પચીસ કરોડ રૂપિયા આપશે?
આવા આરોપ લગાડવા બદલ બેઉ વિધાનસભ્યોની આકરી ટીકા કરીને સુનીલ જાખડે ચૂંટણીપંચને આ આરોપો વિશે તપાસ કરીને સત્ય બહાર લાવવા વિનંતી કરી હતી. સુનીલ જાખડે જણાવ્યું હતું કે ‘જેની સામે તેમના મતદાર સંઘના લોકોની નાની-નાની રકમ હડપ કરી જવા માટે ૪૨૦ કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો ૨૫,૦૦૦ રૂપિયાથી વધારાની રકમ વિચારી શકતા નથી તેઓ પોતાની કિંમત પચીસ કરોડ રૂપિયા ગણાવે છે એ હાસ્યાસ્પદ છે.’