ટર પર લીગસી બ્લુ ટિક ધરાવનારા ટૂંક સમયમાં તેમનું વેરિફિકેશન બેઝ ગુમાવી શકે છે. ટ્વિટર વેરિફાઇડ અકાઉન્ટે બધાને અનફૉલો કર્યા છે, મતલબ કે તમને મળતી બ્લુ ટિક ટૂંક સમયમાં ગાયબ થઈ શકે છે.
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હી ઃ ટ્વિટર પર લીગસી બ્લુ ટિક ધરાવનારા ટૂંક સમયમાં તેમનું વેરિફિકેશન બેઝ ગુમાવી શકે છે. ટ્વિટર વેરિફાઇડ અકાઉન્ટે બધાને અનફૉલો કર્યા છે, મતલબ કે તમને મળતી બ્લુ ટિક ટૂંક સમયમાં ગાયબ થઈ શકે છે.
ઇલૉન મસ્કે પહેલાં જ કહ્યું હતું કે તમામ લીગસી બ્લુ ટિકધારક પહેલી એપ્રિલે તેમનો વેરિફિકેશન બેઝ ગુમાવી દેશે. જોકે એમ થયું નહોતું, પરંતુ હવે એમ લાગે છે કે ઇલૉન મસ્ક અને તેમની ટીમ આ જ દિશામાં કામ કરી રહી છે તથા ટૂંક સમયમાં બધાની ફ્રી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે.
અત્યાર સુધી ટ્વિટર વેરિફાઇડ અકાઉન્ટ પ્લૅટફૉર્મ પર વેરિફાઇડ હોય એ તમામને ફૉલો કરતું હતું. આમ પહેલાંથી જ ચાલતું આવ્યું હતું, પરંતુ અચાનક જ ગઈ કાલે સવારે ટ્વિટર વેરિફાઇડ અકાઉન્ટે ટ્વિટર પર તમામને અનફૉલો કરી દીધા.
આમાં કંપનીના નવા બૉસ ઇલૉન મસ્ક અને જૅક ડૉર્સી તેમ જ અન્યો પણ સામેલ છે.
ઇલૉન મસ્ક ઇચ્છે છે કે જે પણ પોતાના પ્રોફાઇલ નામની આગળ બ્લુ ટિક મેળવવા માગે છે તેમણે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે.