સિક્યૉરિટીઝ અપેલેટ ટ્રિબ્યુનલે સેબી દ્વારા આ પહેલાની રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડના શૅર્સના ટ્રેડિંગમાં કથિત મૅનિપ્યુલેશનને સંબંધિત એક કેસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણી અને બે કંપનીઓ પર લાદવામાં આવેલી પેનલ્ટીને સોમવારે રદ કરી.
મુકેશ અંબાણી
નવી દિલ્હી : સિક્યૉરિટીઝ અપેલેટ ટ્રિબ્યુનલે સેબી દ્વારા આ પહેલાની રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડના શૅર્સના ટ્રેડિંગમાં કથિત મૅનિપ્યુલેશનને સંબંધિત એક કેસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણી અને બે કંપનીઓ પર લાદવામાં આવેલી પેનલ્ટીને સોમવારે રદ કરી હતી. શૅર્સમાં મૅનિપ્યુલેશન એટલે કે શૅર્સની કિંમતમાં નોંધપાત્ર વધારો કે ઘટાડો કરવા માટે એની સપ્લાય કે ડિમાન્ડને કૃત્રિમ રીતે અસર પહોંચાડવી.જાન્યુઆરી ૨૦૨૧માં સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) દ્વારા પસાર કરવામાં આવેલા આદેશની વિરુદ્ધ આ કેસને સંબંધિત તમામ કંપનીઓએ ટ્રિબ્યુનલમાં અપીલ કર્યા બાદ આ ચુકાદો આવ્યો છે.જાન્યુઆરી ૨૦૨૧માં સેબીએ રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ કેસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર ૨૫ કરોડ રૂપિયા, આ કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અંબાણી પર ૧૫ કરોડ રૂપિયા, નવી મુંબઈ સેઝ પ્રાઇવેટ લિમિટેડ પર ૨૦ કરોડ અને મુંબઈ સેઝ લિમિટેડ પર ૧૦ કરોડ રૂપિયાનો દંડ લાદ્યો હતો. ૮૭ પેજના ઑર્ડરમાં ટ્રિબ્યુનલે સેબીના આદેશને ફગાવી દીધો હતો.