રાજ્યના ઉધમ સિંહ નગર જિલ્લામાં બિલાસપુર રોડ અને રુદ્રપુર શહેર વચ્ચે પાટા પર ૯ મીટર લાંબો લોખંડનો સળિયો ટ્રેનના લોકો-પાઇલટને જોવા મળ્યો હતો
૯ મીટર લાંબો લોખંડનો સળિયો ટ્રેનના લોકો-પાઇલટને જોવા મળ્યો હતો
ભારતીય રેલવેની ટ્રેનોને પાટા પરથી ઉતારી પાડવાના સપ્ટેમ્બરમાં ચાર પ્રયાસ થયા બાદ બુધવારે રાતે વધુ એક પ્રયાસ ઉત્તરાખંડમાં થયો હતો. રાજ્યના ઉધમ સિંહ નગર જિલ્લામાં બિલાસપુર રોડ અને રુદ્રપુર શહેર વચ્ચે પાટા પર ૯ મીટર લાંબો લોખંડનો સળિયો ટ્રેનના લોકો-પાઇલટને જોવા મળ્યો હતો. તેણે સમયસર ટ્રેન રોકી દેતાં અકસ્માત થતો રહી ગયો હતો. છેલ્લા દોઢ મહિનામાં આવા ૧૫ પ્રયાસ થયા છે. એથી રેલવેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરની પોસ્ટમાં લખ્યું હતું, ‘રેલવેના પાટા પર કોઈ પણ પ્રકારની વસ્તુ મૂકવા કે એની સાથે છેડછાડ કરવી એ દંડાત્મક ગુનો છે. આ રેલવે-પ્રવાસીઓની સુરક્ષા માટે ઘાતક સાબિત થઈ શકે છે. આથી સમજદાર નાગરિક બનો અને રેલવેના સુરક્ષિત પરિચાલનમાં સહયોગ કરો.’