૫૪ બાળકો ઍડ્મિટ હતાં એમાંથી ૪૪ બચ્યાં, પણ ૧૬ હજી ગંભીર : આૅક્સિજન કૉન્સન્ટ્રેટરમાં આગ લાગી
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કૉલેજનું બળીને ખાખ થઈ ગયેલું નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ અને એમાંથી બચાવી લેવામાં આવેલાં બાળકો.
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કૉલેજનાં નવજાત શિશુઓના નીઓ નેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં શુક્રવારે રાતે ૧૦.૩૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. વૉર્ડમાં કુલ ૫૪ શિશુઓને સારવાર આપવામાં આવી રહી હતી. આગ લાગતાં જ હાહાકાર મચી ગયો હતો. એ વૉર્ડ બે પાર્ટમાં છે. આગ લાગ્યાની જાણ થતાં જ બહારના વૉર્ડમાંથી ૪૪ શિશુઓને બચાવી લેવાયાં હતાં, જ્યારે અંદરના પાર્ટમાંનાં ૧૦ શિશુઓને બચાવી શકાયાં નહોતાં. જે ૪૪ શિશુઓને બચાવી લેવાયાં છે એમાંથી પણ ૧૬ શિશુઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.