પાંચ કિલોમીટર સુધી સંભળાયો ધડાકાનો અવાજ, ભંડારાની ડિફેન્સ ઑર્ડનન્સ ફૅક્ટરીમાં થયો પ્રચંડ બ્લાસ્ટ: ૮નાં મોત, ૭ ઘાયલ. ફૅક્ટરીના લૉન્ગ ટર્મ પ્લાનિંગ યુનિટમાં આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એનો અવાજ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
ભંડારાની ડિફેન્સ ઑર્ડનન્સ ફૅક્ટરીમાં થયો પ્રચંડ બ્લાસ્ટ: ૮નાં મોત, ૭ ઘાયલ
અસરગ્રસ્તોને મદદ કરવા પૂરતા પ્રયાસ થઈ રહ્યા છે : રાજનાથ સિંહ
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આ દુર્ઘટના બાબતે ખેદ વ્યક્ત કરતાં સોશ્યલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે ‘ભંડારાની ઑર્ડનન્સ ફૅક્ટરીમાં બ્લાસ્ટ થયાની જાણ થતાં બહુ જ દુઃખ થયું છે. હું એ દુર્ઘટનામાં સ્વજનોને ગુમાવનારાઓના પરિવારને સાંત્વના આપું છું. ઘાયલો વહેલી તકે સાજા થઈ જાય એ માટે હું પ્રાર્થના કરું છું. ઘટનાસ્થળે બચાવકાર્ય કરતી ટીમો તહેનાત કરાઈ છે. અસરગ્રસ્તોને સહાય કરવાના બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.’