દેશના મોટા શહેરોમાં ટામેટા રીટેલ ભાવ 155 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ટમેટાંનું ઉત્પાદન કરતાં પ્રદેશમાં વરસાદને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દેશના મોટા શહેરોમાં ટામેટા રીટેલ ભાવ 155 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ટમેટાંનું ઉત્પાદન કરતાં પ્રદેશમાં વરસાદને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે. મહાનગરોમાં ટામેટાના છૂટક ભાવ 58-148 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં રહેતા હતા.
કોલકાતામાં ટામેટાની સૌથી વધુ કિંમત 148 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈમાં સૌથી ઓછી કિંમત 58 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ છે. દિલ્હી અને ચેન્નાઈમાં ભાવ અનુક્રમે 110 રૂપિયા પ્રતિ કિલો અને 117 રૂપિયા પ્રતિ કિલો હતા.
ADVERTISEMENT
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર સરેરાશ સમગ્ર ભારતમાં ટામેટાંની છૂટક કિંમત 83.29 રૂપિયા પ્રતિ કિલો હતી. જેની મોડલ કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો હતી. ડેટા દર્શાવે છે કે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ટામેટાની સૌથી વધુ કિંમત 155 રૂપિયા પ્રતિ કિલો હતી. દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાનિક વિક્રેતાઓ ગુણવત્તા અને પ્રદેશના આધારે 120-140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશના મોટા શહેરોમાં ટામેટાંના રીટેલ ભાવ 155-160 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. લોકોનું કહેવું છે કે ટામેટાંના વધતા ભાવને કારણે તેઓએ ટામેટાં ખરીદવાનું જ બંધ કરી દીધું છે. ટામેટાંના ભાવ વધવાને કારણે સૌને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ટામેટાના ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે. અહીં ટામેટાંનો ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો છે. મજબૂરીમાં લોકો જરૂરિયાત કરતાં ઘણી ઓછી માત્રામાં ટામેટાં ખરીદી રહ્યા છે.
પટનામાં પણ ટામેટાં અને શાકભાજીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. એક વિક્રેતાએ કહ્યું હતું કે, “ટામેટાંની કિંમત 120-140 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તેવી જ રીતે આદુનો ભાવ પણ 120 રૂપિયા થઈ ગયો છે. વરસાદને કારણે પાક બરબાદ થઈ ગયો હોવાને કારણે ગ્રાહકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.” છેલ્લા બે અઠવાડિયામાં ઉત્પાદક રાજ્યોમાંથી પુરવઠો ખોરવાઈ ગયો હોવાથી ટામેટાંની લણણી અને પરિવહનને ખૂબ જ માઠી અસર થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ટામેટાના ભાવમાં વર્તમાન વધારો બદલાતા મોસમને કારણે થઈ રહ્યો છે. આ સમયે મોટાભાગે શાકભાજીના ભાવ સામાન્ય રીતે ઊંચા હોય છે. આગામી 15 દિવસમાં ભાવ ઓછા થવાની અને એક મહિનામાં સામાન્ય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં પણ ટામેટાંના ભાવની સ્થિતિ આવી જ રહેશે કે કેમ. એકબાજુ આગામી દિવસોમાં ટામેટાંના ભાવમાં ઘટાડો જોવા મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવો પાક શરૂ થવાનો છે. પરંતુ જો હિમાચલ પ્રદેશ અથવા અન્ય ઉત્પાદક પ્રદેશોમાં ભારે વરસાદ થયા કરશે તો શક્ય છે કે ટામેટાંના ભાવ આ જ રીતે ઊંચા રહે.

