6 મે 2022ના કેરળમાં પહેલી વાર ટોમેટો ફ્લૂનો કેસ સામે આવ્યો હતો અને અત્યાર સુધી આના 82 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ફીવર એકથી પાંચ વર્ષના બાળકો અને જે વયસ્કોની ઇમ્યૂનિટી ઓછી છે, તેમને પોતાનો શિકાર બનાવે છે.
Tomato Flu
તસવીર સૌજન્ય મિડ-ડે
વિશ્વની સાથે-સાથે ભારત છેલ્લા કેટલાક વર્ષથી કોરોના મહામારીનો સામનો કરે છે. કોરોના મહામારી બાદ મન્કીપૉક્સે વિશ્વમાં ચિંતા વધારી અને હવે એક નવી બીમારીએ દસ્તક દીધી છે. હૈન્ડ ફુડ માઉથ ડિસિઝ (HFMD), જેને ટોમેટો ફીવર (Tomato Fever)ના નામે પણ જાણીતું છે, આ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો માટે ચિંતાનું કારણ છે, કારણકે આ બાળકોમાં ઝડપથી ફેલાય છે. લેંસેટ રેસ્પિરેટરી જર્નલની એક સ્ટડી પ્રમાણે, 6 મે 2022ના કેરળમાં પહેલી વાર ટોમેટો ફ્લૂનો કેસ સામે આવ્યો હતો અને અત્યાર સુધી આના 82 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ફીવર એકથી પાંચ વર્ષના બાળકો અને જે વયસ્કોની ઇમ્યૂનિટી ઓછી છે, તેમને પોતાનો શિકાર બનાવે છે.
લેંસેટ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, "જે રીતે આપણે કોવિડ-19ની ચોથી લહેરના સંભવતઃ જોખમનો સામનો કરી રહ્યા છીએ, આ સ્થિતિમાં એક નવો વાયરસ, જેને ટોમેટો ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે, ભારતમાં કેરળ રાજ્યમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળ્યું છે. અત્યાર સુધી આના 82 કેસ સામે આવી ચૂક્યા છે." હવે એવામાં ટોમેટો ફીવરથી બચવા માટે તમારે એ જાણવું જરૂરી છે કે ટોમેટો ફ્લૂ કે ટોમેટો ફીવર છે શું? કેવી રીતે ફાલય છે? લક્ષણો શું છે અને આથી કેવી રીતે બચી શકાય છે?
ADVERTISEMENT
ટોમેટો ફ્લૂ શું છે? (What is Tomato Flu)
એક ન્યૂઝ એજન્સી પ્રમાણે, લેંસેટ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ટોમેટો ફ્લૂના લક્ષણો કોવિડ-19 વાયરસ જેવા જ હોય છે. પણ આ વાયરસ SARS-CoV-2 સાથે સંબંધિત નથી, આ સંપૂર્ણ રીતે અલગ છે. ટોમેટટો ફ્લૂ બાળકોમાં ચિકનગુનિયા કે ડેન્ગી તાવ બાદ થઈ શકે છે. આ ફ્લૂનું નામ ટોમેટો ફ્લૂ તરીકે એટલા માટે રાખવામાં આવ્યું છે કારણકે આખા શરીરમાં લાલ અને પીડા આપતાં ફોડલા થઈ જાય છે. આ ફોડલાંનો આકાર પણ ટામેટા જેવો હોય છે.
ટોમેટો ફ્લૂનું જોખમ કોને? (Who is at risk of Tomato Flu?)
લેંસેટના રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "બાળકોને ટોમેટો ફ્લૂના સંપર્કમાં આવવનું જોખમ વધી જાય છે કારણકે આ ઉંમરમાં વાયરલ સંક્રમણ ઘણી ઝડપથી બાળકો પર હાવી થઈ જાય છે."
ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ સ્થિતિથી સૌથી વધારે પ્રભાવિત થાય છે. ખાસ તો ટોમેટો ફ્લૂ વધારે સંક્રામક હોવા છતાં જીવનું જોખમ પેદા નથી કરતું.
ટોમેટો ફ્લૂના લક્ષણો? (What are the Symptoms of Tomato Flu)
ટોમેટો ફ્લૂવાળા બાળકોમાં જોવાતા પ્રાથમિક લક્ષણ ચિકનગુનિયા અથવા ડેંગી તાવ જેવા હોય છે. લક્ષણોમાં ઝડપી તાવ, ચકત્તા, જૉઇન્ટ્સમાં સોજો, ઝાડાં-ઊલ્ટી, ડિહાઇડ્રેશન, વગેરે સામેલ છે. અન્ય લક્ષણો શરીરમાં દુઃખાવો, તાવ અને થાક પણ છે જે કોવિડ-19 દર્દીઓ દ્વારા પણ અનુભવાયા હતા. કેટલા કિસ્સામાં દર્દીઓની સ્કિન પર ફોડલાંનો આકાર પણ ઘણો વધી ગયો હતો.
ટોમેટો ફ્લૂનું કારણ (Tomato Flu Causes)
ટોમેટો ફ્લૂનું ખાસ કારણ જાણવા માટે વૈજ્ઞાનિકો હજી પણ રિસર્ચ કરી રહ્યા છે, પણ હજી આને વાયરલ સંક્રમણનું એક રૂપ માનવામાં આવે છે. કેટલાકે એ પણ સલાહ આપી છે કે આ ડેંગી અને ચિકનગુનિયાનો દુષ્પરિણામ પણ હોઈ શકે છે. વૈજ્ઞાનિકો પ્રમાણે, આનો સોર્સ એક વાયરસ છે પણ અત્યાર સુધી આ વિશે માહિતી સામે આવી નથી કે કયા વાયરસને કારણે ફેલાઈ રહ્યું છે કે કયા વાયરસ સાથે સંબંધિત છે?
ટોમેટો ફ્લૂનો ઉપાય (Tomato Flu Treatment)
ડૉક્ટર્સ, ટોમેટો ફ્લૂથી બચવા માટે સ્વચ્છતાથી સલાહ આપે છે. આ વાયરસ પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વધારે સંવેદનશીલ માનવામાં આવે છે. જો કોઈને પણ પોતાના બાળકોમાં ઉપર જણાવેલા લક્ષણો દેખાય છે તો તરત ડૉક્ટરનો સંપર્ક સાધવો. જે બાળકો કે લોકો સંક્રમિત થઈ ગયા છે તેમને ફોડલાં ફોડવા કે તેને કંઇ પણ કરવાથી બચવું જોઈએ. પાણી વધારે પીવું. જો કોઈને આ લક્ષણ દેખાય તો એનો અર્થ એ નથી કે તેનો ટોમેટો ફીવર જ છે.