Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૫૦૦ વર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલાની ઉપસ્થિતિમાં ઐતિહાસિક દીપોત્સવ

૫૦૦ વર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલાની ઉપસ્થિતિમાં ઐતિહાસિક દીપોત્સવ

Published : 30 October, 2024 06:56 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે મુખ્ય પ્રધાનની હાજરીમાં જ મહાઆરતીનો પણ રેકૉર્ડ થવાનો છે.

અયોધ્યામાં આજે નીકળનારી શોભાયાત્રા માટે ઝાંકીઓની તૈયારી કરતા આર્ટિસ્ટ.

અયોધ્યામાં આજે નીકળનારી શોભાયાત્રા માટે ઝાંકીઓની તૈયારી કરતા આર્ટિસ્ટ.


૫૦૦ વર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલાની હાજરીમાં ઐતિહાસિક દીપોત્સવ મનાવવામાં આવશે અને એનો લહાવો લેવા માટે આખા દેશમાંથી લોકો ત્યાં પહોંચી રહ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રમાં પર્યટન અને સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત સહિતના મહાનુભવો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હાજર રહેવાના છે.
આજે સવારે અયોધ્યાના સાકેત મહાવિદ્યાલયથી ૧૮ ઝાંકી નીકળશે. તમામ ઝાંકીઓ રામાયણના પ્રસંગો પર આધારિત છે. જુદા-જુદા પ્રદેશોના કલાકાર પોતાની સંસ્કૃતિની પણ રજૂઆત કરશે. આતશબાજી અને રંગોળીઓ સંગ શોભાયાત્રા કાઢવામાં આવશે.


બપોરે ૨.૩૦ વાગ્યે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચશે. ત્યાં પહોંચીને તેઓ ભગવાન રામ-સીતાના રાજ્યાભિષેકમાં સામેલ થશે. તેઓ બીજા પ્રધાનોની સાથે ભગવાન રામ-સીતાનો રથ ખેંચશે.



રામ કી પૈડી સહિત પંચાવન ઘાટ પર ૨૮ લાખ દીવડા ગોઠવી દેવામાં આવ્યા છે. એને પ્રજ્વલિત કરવાની જવાબદારી અવધ વિશ્વવિદ્યાલયના ૩૦,૦૦૦ વૉલન્ટિયર્સને સોંપવામાં આવી છે. સાંજ સુધીમાં આ દીવડા પ્રગટાવી દેવામાં આવશે. ત્યાર બાદ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની ટીમ ડ્રોનની મદદથી આ દીવડાઓની ગણતરી કરીને રાત્રે આઠ વાગ્યા સુધીમાં રિઝલ્ટ જાહેર કરે એવી શક્યતા છે.
અયોધ્યાના આકાશમાં ૫૦૦ ડ્રોનની મદદથી ભવ્ય એરિયલ-શો કરવામાં આવશે જેમાં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજીની વીર મુદ્રાનાં લોકો દિવ્ય દર્શન કરી શકશે. ૧૫ મિનિટ ચાલનારા આ શો દરમ્યાન અયોધ્યાના આકાશમાં રાવણવધ, પુષ્પક વિમાન, દીપોત્સવ સહિત રામમંદિર બતાવવામાં આવશે.


આજે મુખ્ય પ્રધાનની હાજરીમાં જ મહાઆરતીનો પણ રેકૉર્ડ થવાનો છે. સાંજે સરયૂ નદીના કિનારે આરતીમાં ૧૧૦૦ બાળકો, ૧૫૭ સંત હાજર રહેશે. તમામ બાળકો એક જ વેશભૂષામાં હશે. ૧૫ મિનિટ ચાલનારી આ આરતીમાં એકસાથે આટલાં બાળકો હોવાં એ એક રેકૉર્ડ જ ગણાશે.

આ દિવાળી ઐતિહાસિક છે. ૫૦૦ વર્ષ બાદ એવો અવસર આવ્યો છે જ્યારે અયોધ્યામાં રામલલાના મંદિરમાં હજારો દીવડા પ્રગટાવવામાં આવશે. આ એક અદ્ભુત ઉત્સવ હશે. આ એવી દિવાળી છે જ્યારે આપણા રામ ફરી એક વાર પોતાના ઘરે આવ્યા છે. આ ઇન્તેજાર ૫૦૦ વર્ષ બાદ પૂરો થયો છે.-નરેન્દ્ર મોદી


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2024 06:56 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK