મહુઆ મોઇત્રાએ સોશ્યલ પ્લૅટફૉર્મ ઍક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે, પોલીસે ફટાકડા ફોડવાના પ્રતિબંધ પર અસરકારક કાર્યવાહી કરવી જોઈએ
મહુઆ મોઇત્રા
તૃણમૂલ કૉન્ગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રાએ બચાવેલા અને પછી પાળેલા એક ડૉગનું ફટાકડાના અવાજથી મૃત્યુ થવાથી તેમણે પોલીસ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. મહુઆ મોઇત્રાએ સોશ્યલ પ્લૅટફૉર્મ ઍક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે આ તો મર્ડર છે, પોલીસે ફટાકડા ફોડવાના પ્રતિબંધ પર અસરકારક કાર્યવાહી કરવી જોઈએ. આ ડૉગને નોએડામાં આવેલા સ્માર્ટ સૅન્ક્ચ્યુઅરી ઍનિમલ શેલ્ટરમાં રાખવામાં આવ્યો હતો. શેલ્ટરનાં માલિક કાવેરી રાણાએ કહ્યું હતું કે ‘શ્વાનનું મૃત્યુ કાર્ડિઍક અરેસ્ટને કારણે થયું હતું. ફટાકડાના સતત અવાજને કારણે એ હાઇપર વેન્ટિલેશનમાં જતો રહ્યો હતો અને છેવટે એનું મૃત્યુ થયું હતું. શેલ્ટરના બીજા ડૉગી છુપાઈ ગયા હતા અને તેઓ ધ્રૂજતા હતા. એમને આવું કંઈ થાય નહીં એ માટે ડૉક્ટરોએ ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી દવાઓ લખી આપી છે. રસ્તે રઝળતાં ઍનિમલ્સ મુશ્કેલીમાં છે અને હજી તો દિવાળી શરૂ પણ થઈ નથી.’

