આ ધમકી ઇન્સ્ટાગ્રામના નસર પઠાન નામની વ્યક્તિના અકાઉન્ટ પરથી આપવામાં આવી છે
ઇન્સ્ટાગ્રામ પર અપાયેલ ધમકી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે એમાં બૉમ્બ-બ્લાસ્ટ કરીને ૧૦૦૦ હિન્દુઓને મારવાની ધમકી મળી છે. આ ધમકી ઇન્સ્ટાગ્રામના નસર પઠાન નામની વ્યક્તિના અકાઉન્ટ પરથી આપવામાં આવી છે જેમાં લખ્યું છે : ઑલ ઑફ યુ, તુમ સબ અપરાધી હો. મહાકુંભ મેં બમ બ્લાસ્ટ કરેંગે. ૧૦૦૦ હિન્દુઓં કો મારેંગે. અલ્લાહ ઇઝ ગ્રેટ જે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલથી આ ધમકી મળી છે એના બાયોમાં લખ્યું છે : મુઝે મુસ્લિમ હોને પર ગર્વ હૈ. કટ્ટર મુસ્લિમ.