ભારત સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં જી20 ગ્રુપની શિખર બેઠકની યજમાની કરશે, જેમાં યુક્રેનમાં રશિયાના આક્રમણનો મુદ્દો પણ ચર્ચાશે
ફાઇલ તસવીર
અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન આ સમર સીઝનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ડિનરની યજમાની કરે એવી શક્યતા છે. મોદીની અમેરિકા યાત્રા એ બન્ને દેશો વચ્ચેના મજબૂત થઈ રહેલા સંબંધોનો વધુ એક પુરાવો છે. વાસ્તવમાં ઇન્ડો-પૅસિફિક પ્રદેશમાં ચીનના પ્રભાવને ઘટાડવા માટે અમેરિકા પોતાના સાથી દેશોને મદદ કરી રહ્યું છે. વાઇટ હાઉસ મોદીના સન્માનમાં જૂનમાં ડિનર હોસ્ટ કરવા ઇચ્છે છે. જોકે એમાં થોડો વિલંબ પણ થઈ શકે છે.
ભારત સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં જી20 ગ્રુપની શિખર બેઠકની યજમાની કરશે, જેમાં યુક્રેનમાં રશિયાના આક્રમણનો મુદ્દો પણ ચર્ચાશે. હજી સુધી એ સ્પષ્ટ નથી કે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પણ આ શિખર બેઠકમાં ભાગ લેવા માટે આવશે.
ADVERTISEMENT
બાઇડન મે મહિનામાં ઑસ્ટ્રેલિયામાં મોદીની સાથે મુલાકાત કરે એવી શક્યતા છે કે જ્યારે તેઓ ઑસ્ટ્રેલિયા અને જપાનના નેતાઓની સાથે ક્વાડ સમિટમાં ભાગ લેશે. મોદી માટે યોજાનારું ડિનર એ કોઈ વિદેશી નેતાના માનમાં આયોજિત બાઇડનનું ત્રીજું ઔપચારિક ડિનર રહેશે. આ પહેલાં તેઓ ડિસેમ્બરમાં ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રોં જ્યારે ૨૬ એપ્રિલે સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ યૂ સુક યેઓલ માટે હોસ્ટ બન્યા હતા.
નોંધપાત્ર છે કે ચીન વિરુદ્ધ ઘર્ષણની સ્થિતિમાં અમેરિકા ભારતને ખૂબ જ મજબૂત સપોર્ટ આપી રહ્યું છે.