ભડકાવનારાં ભાષણના મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : ભડકાવનારાં ભાષણના મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અગાઉ ૨૦૨૨માં હેટ સ્પીચના મામલે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ પોલીસને જાતે જ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી અને દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ લાગુ કરવામાં આવી છે. એમાં કોઈ ફરિયાદ કરવામાં ન આવી હોય છતાં હેટ સ્પીચના મામલે કેસ કરવા જણાવ્યું છે. જો એમ નહીં કરાય તો આને અદાલતની અવમાનના ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ભડકાઉનારા ભાષણને ગંભીર અપરાધ ગણાવતાં કહ્યું હતું કે આવાં ભાષણ દેશના બિનસાંપ્રદાયિક માળખા પર ખરાબ અસર પાડી શકે છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે ભાષણ આપનાર કયા ધર્મનો છે એ જોયા વગર તેની સામે કાર્યવાહી કરવામાં આવે.