આ વર્ષે મદ્રાસ હાઈ કોર્ટે પણ આ પ્રકારની માગણી કરતી પિટિશનને ફગાવી હતી
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)ને કમળનું ચૂંટણીચિહ્ન વાપરવાથી રોકવાની માગણી કરતી પિટિશનને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી. આ વર્ષે મદ્રાસ હાઈ કોર્ટે પણ આ પ્રકારની માગણી કરતી પિટિશનને ફગાવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પી. બી. વરાળેની બેન્ચે અરજદાર જયંત વિપતની પિટિશન ફગાવીને પૂછ્યું હતું કે ‘શું તમે નામ અને પ્રસિદ્ધિ મેળવવા ઇચ્છો છો? અમે પ્રસિદ્ધિ આપવા ઇચ્છીએ છીએ, તમે પિટિશનને જુઓ, તમે કયા પ્રકારની રાહત માગી છે?’