કોર્ટનો મસ્જિદ કમિટી અને વક્ફ બોર્ડને આદેશ
સંજોલી મસ્જિદ
હિમાચલ પ્રદેશની શિમલા મ્યુનિસિપલ કમિશનર કોર્ટે ગઈ કાલે શિમલામાં આવેલી સંજોલી મસ્જિદના ત્રણ માળ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ માટે કોર્ટે મસ્જિદ કમિટી અને વક્ફ બોર્ડને બે મહિનાનો સમય આપ્યો હતો. આ કેસમાં હવે ૨૧ ડિસેમ્બરે સુનાવણી થશે.
આ મુદ્દે વક્ફ બોર્ડના વકીલ બી. એસ. ઠાકુરે જણાવ્યું હતું કે કોર્ટે મસ્જિદના ઉપરના ત્રણ માળને એના ખુદના ખર્ચે બે મહિનાની અંદર તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી ૨૧ ડિસેમ્બરે થશે. બાકીના માળ માટે આ સમયગાળા દરમ્યાન વિચાર કરવામાં આવશે. મસ્જિદ કમિટીએ કોર્ટને ત્રણ માળ તોડી પાડવાની બાંયધરી આપી છે. હિન્દુ સંગઠનોના વિરોધના પગલે આ ગેરકાયદે મસ્જિદનો વિવાદ શરૂ થયો હતો અને હિન્દુ સંગઠનોનો આરોપ હતો કે આ આખું સ્ટ્રક્ચર ગેરકાયદે છે. શિમલાના લોકોએ કોર્ટના ચુકાદાને આવકારીને એને લોકોની જીત ગણાવી હતી.