ધર્મસ્થળોની કાયદેસરતાનો કાયદો : સુપ્રીમે કેન્દ્ર પાસે જવાબ માગ્યો
ધર્મસ્થળોની કાયદેસરતાનો કાયદો : સુપ્રીમે કેન્દ્ર પાસે જવાબ માગ્યો
સુપ્રીમ કોર્ટે પ્લેસિસ ઑફ વર્શિપ (સ્પેશ્યલ પ્રોવિઝન્સ) અૅક્ટ, ૧૯૯૧ની કાયદેસરતાને પડકારતી પીઆઇએલ પર કેન્દ્ર સરકારને શુક્રવારે નોટિસ ફટકારી હતી. ઉત્તર પ્રદેશમાં કાશીમાં ભગવાન શિવ અને મથુરામાં શ્રીકૃષ્ણનાં મંદિરો પરના મુકદ્દમાને શરૂ કરવાની માગણીના સંદર્ભમાં ધારાનો આ મામલો મહત્ત્વપૂર્ણ બની રહે છે. સર્વોચ્ચ અદાલતે ૨૦૧૯માં જેનો ચુકાદો આપ્યો તેમાં અયોધ્યા રામજન્મભૂમિ કેસનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

