રવિવારે એક દિવસમાં પાણી ભરાયાની ૨૮૫ ફરિયાદ મળી હતી. ઘણી જગ્યાએ ઝાડ તૂટી પડવાથી રસ્તા બંધ થઈ ગયા હતા.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશભરમાં આકરી ગરમી વચ્ચે બૅન્ગલોરમાં વરસાદે નવો રેકૉર્ડ રચ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બૅન્ગલોરમાં રવિવારે ભારે વરસાદે ૧૩૩ વર્ષનો રેકૉર્ડ તોડ્યો છે. રવિવારે બૅન્ગલોરમાં ૧૧૧.૧ મિલીમીટર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લે ૧૮૯૧ની ૧૬મી જૂને ૧૦૧.૬ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. બૅન્ગલોરમાં જૂનમાં સરેરાશ ૧૦૬.૫ મિલીમીટર વરસાદ પડે છે. હવામાન વિભાગે બૅન્ગલોરમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમ્યાન ભારે વરસાદને કારણે બૅન્ગલોરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. બૅન્ગલોર મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે રવિવારે એક દિવસમાં પાણી ભરાયાની ૨૮૫ ફરિયાદ મળી હતી. ઘણી જગ્યાએ ઝાડ તૂટી પડવાથી રસ્તા બંધ થઈ ગયા હતા.