એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ તાજેતરમાં એનએસઈનાં ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ચિત્રા રામક્રિષ્નાના સ્ટેટમેન્ટને રેકૉર્ડ કર્યું હતું. ચિત્રા અત્યારે દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.
ચિત્રા રામક્રિષ્નાના
આંધ્રમાં પ્રદર્શનકર્તાઓએ પ્રધાનનું ઘર સળગાવ્યું
અમલાપુરમ : આંધ્ર પ્રદેશના અમલાપુરમ શહેરમાં ગઈ કાલે બપોરે પોલીસ દ્વારા પ્રદર્શનકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યા બાદ હિંસક ઘટનાઓ બની હતી. અહીં નવા રચાયેલા કોનસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનસીમા જિલ્લા કરવાના પ્રસ્તાવનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ હિંસામાં પ્રધાન પિનિપે વિશ્વરૂપના ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું. પોલીસ પ્રધાન અને તેમના પરિવારને સુરક્ષિત રીતે બીજા સ્થાને લઈ ગઈ હતી. પ્રદર્શનકર્તાઓએ એક પોલીસ વાહન અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની બસને પણ આગ લગાવી દીધી હતી. ઉપરાંત પ્રદર્શનકર્તાઓના પથ્થરમારામાં અનેક પોલીસ ઈજાગ્રસ્ત થઈ હતી.
ADVERTISEMENT
ઈડીએ ચિત્રા રામક્રિષ્નાના સ્ટેટમેન્ટને રેકૉર્ડ કર્યું
નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ તાજેતરમાં એનએસઈનાં ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ચિત્રા રામક્રિષ્નાના સ્ટેટમેન્ટને રેકૉર્ડ કર્યું હતું. ચિત્રા અત્યારે દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. ઈડીના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે ચિત્રા અને અન્ય કેટલાક લોકોની વિરુદ્ધ ચાલી રહેલી મની લૉન્ડરિંગની તપાસના ભાગરૂપે આ સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવામાં આવ્યું હતું. એનએસઈ (નૅશનલ સ્ટોક એક્સચેન્જ) કો-લોકેશન કૌભાંડ કેસમાં છઠ્ઠી માર્ચે સીબીઆઇએ ચિત્રા રામક્રિષ્નાની ધરપકડ કરી હતી અને એના પછીથી તેઓ તિહાર જેલમાં કેદ છે.
શ્રીનગરમાં આતંકવાદીઓના હુમલામાં કૉન્સ્ટેબલનું મોત, તેની દીકરી ઈજાગ્રસ્ત
શ્રીનગર (પી.ટી.આઇ.)ઃ શ્રીનગર પાસેના સૌરામાં આતંકવાદીઓના હુમલામાં એક પોલીસ કૉન્સ્ટેબલ માર્યો ગયો હતો જ્યારે તેની સાત વર્ષની દીકરી ઈજાગ્રસ્ત થઈ છે. આતંકવાદીઓએ તેમના ઘરની બહાર તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. કૉન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી આ મહિનામાં કાશ્મીરમાં માર્યો ગયેલો ત્રીજો પોલીસ છે. તે તેની દીકરીને ટ્યુશન માટે મૂકવા ઘરની બહાર નીકળ્યો હતો ત્યારે આ હુમલો થયો હતો. આ છોકરીના જમણા હાથમાં ગોળી વાગી હતી અને તે અત્યારે જોખમથી મુક્ત છે.