Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તિરુપતિને અલગ રાજ્ય જાહેર કરવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

તિરુપતિને અલગ રાજ્ય જાહેર કરવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

Published : 10 November, 2024 06:53 AM | IST | tirupati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોર્ટે કહ્યું કે આમ કરવાથી બધાં ધાર્મિક સ્થળોને અમારે આવો દરજ્જો આપવો પડે

તિરુપતિ

તિરુપતિ


તિરુપતિને અલગ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની માગણી કરતી સામાજિક કાર્યકર અને ગ્લોબલ પીસ ઇનિશ્યેટિવ સંસ્થાના અધ્યક્ષ ડૉ. કે. એ. પૉલની જનહિતની અરજીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. ડૉ. પૉલે તેમની અરજીમાં વૅટિકન સિટીનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે એ દેશમાં માત્ર ૭૦૦ લોકો જ રહે છે, તિરુપતિમાં તો ૩૪ લાખ લોકો રહે છે અને તેથી એમના માટે અલગ રાજ્ય જાહેર કરી શકાય એમ છે, મારી માગણી આંધ્ર પ્રદેશ રાજ્યની ઇમેજને બચાવવાની છે.


આ પિટિશન વિશે ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે ‘તમારી માગણી મુજબ અમારે તમામ મંદિરો, ગુરુદ્વારા વગેરે માટે અલગ વ્યવસ્થા બનાવવી પડશે. અમે એવો આદેશ ન આપી શકીએ કે કોઈ વિશેષ ધર્મ માટે એક અલગ વ્યવસ્થા બનાવવામાં આવે. જો અમે આમ કરીએ તો અમારે જગન્નાથપુરી, કેદારનાથ, બદરીનાથ, મદુરાઈ મંદિર અને રામેશ્વરમ મંદિર માટે પણ અલગ રાજ્ય જાહેર કરવાં પડે.’


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2024 06:53 AM IST | tirupati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK