Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુસ્લિમોની અનામતને હટાવવાનો નિર્ણય ખોટી ધારણાઓ પર આધારિત : સુપ્રીમ કોર્ટ

મુસ્લિમોની અનામતને હટાવવાનો નિર્ણય ખોટી ધારણાઓ પર આધારિત : સુપ્રીમ કોર્ટ

Published : 14 April, 2023 12:46 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યની બોમ્માઈ સરકારે ૧૦ મેએ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામતને રદ કરવાની ઘોષણા કરી હતી.

સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર


સુપ્રીમ કોર્ટે ઓબીસી મુસ્લિમને આપવામાં આવેલા ૪ ટકા અનામતને હટાવીને વોક્કાલિગા અને લિંગાયતો માટે અનુક્રમે બે-બે ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયને પ્રાથમિક રીતે ક્ષતિપૂર્ણ ગણાવ્યો હતો. બંધારણીય બેન્ચે કહ્યું હતું કે કોર્ટને એવું લાગે છે કે આ નિર્ણય સંપૂર્ણપણે ખોટી ધારણા પર આધારિત છે. કર્ણાટકના મુસ્લિમો તરફથી હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ કપિલ સિબલ, દુષ્યંત દવે અને ગોપાલ શંકરનારાયણને કોર્ટને કહ્યું હતું કે અનામતને રદ કરવા માટે કોઈ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો નથી. સરકાર પાસે મુસ્લિમો માટેના અનામતને રદ કરવા માટે કોઈ ડેટા નહોતો. કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા તુષાર મહેતાએ કોર્ટ પાસે અરજીનો જવાબ આપવા માટે વધુ સમયની માગણી કરી હતી. વળી ત્યાં સુધી સરકારનો આદેશ છતાં કોઈ નિમણૂક અને પ્રવેશ આપવામાં નહીં આવે, એવી ખાતરી કોર્ટને આપી હતી. વોક્કાલિગા અને લિંગાયત સમુદાયના સભ્યો તરફથી હાજર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે આ અરજી પર એમનો જવાબ સાંભળ્યા વગર કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જોઈએ નહીં. રાજ્યની બોમ્માઈ સરકારે ૧૦ મેએ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામતને રદ કરવાની ઘોષણા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2023 12:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK