સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બાળક અધ્યાત્મિક નેતાને સન્માન આપવા માટે નમ્યો, ત્યારે તેમણે તેને `જીભ ચૂસવા` માટે કહ્યું.
ફાઈલ તસવીર
દલાઈ લામાએ વાયરલ વીડિયો કેસમાં માફી માગી છે. તેમણે કહ્યું કે તેમના શબ્દો થકી ઠેસ પહોંચી હોય તો ઉક્ત છોકરા અને તેના પરિવારની માફી માગે છે. હકિકતે, દલાઈ લામા દ્વારા એક બાળકના હોઠને ચૂમવા અને પછી તેને `પોતાની જીભ ચૂસવા` માટે કહેનારા એક વીડિયોએ વિવાદ ઊભો કર્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બાળક આધ્યાત્મિક નેતાને સન્માન આપવા માટે નમ્યો હતો, ત્યારે તેમણે તેને એવું કરવા માટે કહ્યું. તેનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકરી પ્રતિક્રિયાઓ આવતી હતી.
ADVERTISEMENT
વીડિયોમાં બૌદ્ધ ભિક્ષુ પોતાની જીભ બહાર કાઢતા જોવા મળી રહ્યા છે અને બાળકને આને ચૂસવા માટે કહી રહ્યા છે. તે વીડિયોમાં સગીર છોકરાને પૂછતાં સંભળાય છે કે, "શું તમે મારી જીભ ચૂસી શકો છો?" વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સાભરેલી પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. આ ક્રમમાં દલાઈ લામાએ માફી માગી છે.
આ પણ વાંચો : દલાઈ લામાએ બાળકના હોઠે કિસ કરી અને પોતાની જીભ ચૂસવા પણ કહ્યું
દલાઈ લામાએ 2019માં એ કહીને મોટો વિવાદ ઊભો કર્યો હતો કે જો તેમની ઉત્તરાધિકારી એક મહિલા હશે, તો તેણે `આકર્ષક` હોવું પડશે. દલાઈ લામાની આ ટિપ્પણીની વિશ્વભરમાં ટીકા થઈ હતી. પછીથી તેમણે પોતાની વિવાદિત ટિપ્પણીઓ માટે માફી માગી હતી.