ભારતમાં પહેલીવાર 26 જાન્યુઆરીના અવસરે ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ વેક્સિન (iNCOVACC)(r) લૉન્ચ કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
કોરોનાવાયરસ (Coronavirus) વિરુદ્ધ દેશની દવા કંપનીઓ ખૂબ જ આગળ વધી છે. આ દરમિયાન ભારતમાં પહેલીવાર 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના અવસરે ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ વેક્સિન (iNCOVACC)(r) લૉન્ચ કરવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુરુવારે વિશ્વને પહેલી મેડ ઇન ઇન્ડિયા (COVID-19) નેઝલ વેક્સિન લૉન્ચ કરશે. કંપનીએ આની તૈયારી કરી લીધી છે. જણાવવાનું કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે 23 ડિસેમ્બરે આના પ્રયોગની પરવાનગી આપી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે, ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આ વેક્સિન માર્કેટમાં અવેલેબલ થઈ જશે.
ADVERTISEMENT
ક્લીનિકલ ટ્રાયલમાં પાસ થઈ વેક્સિન
આ વેક્સિન ઇન્જેક્શનને બદલે નાકમાં ડ્રૉપ નાખીને લઈ શકાશે. આથી તેમને પણ રાહત મળશે જેમને ઇન્જેક્શનનો ડર લાગે છે. આ વેક્સિન 18 વર્ષથી વધારેની ઊંમરના લોકોને આપી શકાશે. વેક્સિન ક્લીનિકલ ટ્રાયલમાં પહેલા સીડીએલ કસૌલીમાંથી પાસ થઈ ચૂકી છે.
CoWin પર હજી પણ આ વેક્સિન અવેલેબલ નથી. કંપની તરફથી જાહેર નિવેદન પ્રમાણે, iNCOVACC (r)ની કિંમત ખાનગી બજાર માટે 800 રૂપિયા અને ભારત સરકાર અને રાજ્ય સરકારના પૂરવઠા માટે 25 રૂપિયા રાખવામાં આવી છે.
લોકાર્પણ પ્રસંગે અનેક મંત્રીઓ હાજર રહેશે
લોકાર્પણ પ્રસંગે, કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી; રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન; MoS PMO, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ, ડૉ. જિતેન્દ્ર સિંહ, ડૉ. ક્રિષ્ના એલા, એક્ઝિક્યુટિવ ચેરમેન, ભારત બાયોટેક અને સુચિત્રા ઈલા, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ભારત બાયોટેક પણ હાજર રહેશે.
આ પણ વાંચો : તો શું મુંબઈ હવે સુરક્ષિત! 2 વર્ષ 10 મહિના બાદ કોરોનાનો શૂન્ય કેસ
બૂસ્ટર ડૉઝ તરીકે લગાડી શકાશે
આ વેક્સિન હજી 18 વર્ષ અથવા તેનાથી વધારેની ઊંમરના લોકોને જ મૂકી શકાશે. 12થી 17 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે, પણ તે આ વેક્સિન મૂકાવી નહીં શકે. નોંધનીય છે કે આ વેક્સિન બૂસ્ટર ડૉઝ તરીકે પણ મૂકાવી શકાય છે.