તામિલનાડુના દિનદિગુલમાં કૉન્ગ્રેસના નેતા મણિકંદને રાહુલ ગાંધીને જેલમાં મોકલવાનો ચુકાદો આપનારા જજની જીભ કાપી નાખવાની ધમકી આપી હતી.
રાહુલ ગાંધી
દિનદિગુલ ઃ તામિલનાડુના દિનદિગુલમાં કૉન્ગ્રેસના નેતા મણિકંદને રાહુલ ગાંધીને જેલમાં મોકલવાનો ચુકાદો આપનારા જજની જીભ કાપી નાખવાની ધમકી આપી હતી, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તેઓ તામિલમાં એમ કહેતા જોવા મળ્યા છે કે ‘જ્યારે અમે સત્તા પર આવીશું ત્યારે અમારા નેતા રાહુલ ગાંધીને જેલમાં મોકલવાનો ચુકાદો આપનારા જજની અમે જીભ કાપી નાખીશું.’ જેના સંબંધમાં બીજેપીની આઇટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું હતું કે ‘તામિલનાડુમાં કૉન્ગ્રેસના નેતા કહે છે કે એક વખત અમે સત્તા પર આવીશું એટલે તેઓ રાહુલ ગાંધીની વિરુદ્ધ ચુકાદો આપનારા જજની જીભ કાપી નાખશે. શું અદાલત આ બાબતને ધ્યાનમાં લઈને રાહુલને જવાબદાર ગણાવશે?’ રાહુલની ‘મોદી સરનેમ’ વિશેની કમેન્ટના સંબંધમાં બદનક્ષીના એક કેસમાં સુરતની અદાલતે તેમને દોષી ગણાવ્યા હતા અને બે વર્ષ જેલની સજા આપી હતી. જોકે, અદાલતે તેમને જામીન આપ્યા હતા.