મહારાષ્ટ્ર-ગુજરાત સાતમા-આઠમા ક્રમે
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતનાં ઘણાં રાજ્યોમાં બાળલગ્ન થયાં છે અને એમાં મહારાષ્ટ્ર સાતમા અને ગુજરાત આઠમા ક્રમે છે. હાલમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં આ આંકડા રજૂ કર્યા છે. આ ઑનપેપર આંકડા છે, બની શકે કે એવાં ઘણાં લગ્ન થયાં હોય જે સરકારથી છુપાવવામાં આવ્યાં હોય એટલે કે કોર્ટમાં રજિસ્ટર ન થયાં હોય અથવા જેમનાં મૅરેજ સર્ટિફિકેટ ઇશ્યુ ન થયાં હોય. સુપ્રીમ કોર્ટને જે આંકડા આપવામાં આવ્યા છે એમાં ૮૯૬૬ બાળવિવાહ તામિલનાડુમાં થયા છે. ૮૩૪૮ સાથે કર્ણાટક બીજા ક્રમે, ૮૩૨૪ સાથે ત્રીજા ક્રમે પશ્ચિમ બંગાળ, ૪૪૪૦ સાથે તેલંગણ ચોથા ક્રમે, ૩૪૧૬ સાથે આંધ્ર પ્રદેશ પાંચમા ક્રમે, ૩૩૧૬ સાથે આસામ છઠ્ઠા ક્રમે, ૨૦૪૩ સાથે મહારાષ્ટ્ર સાતમા ક્રમે, ૧૨૦૬ સાથે ગુજરાત આઠમા ક્રમે, ઉત્તર પ્રદેશ ૧૧૯૭ સાથે નવમા ક્રમે અને હરિયાણા ૧૧૦૪ સાથે દસમા ક્રમે છે. આ જેટલા પણ ચાઇલ્ડ મૅરેજના કેસ છે એ કાયદા વિરુદ્ધ છે છતાં એ વિશે ભાગ્યે જ કોઈએ પોલીસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) ફાઇલ કર્યો હશે. એ માટે સુપ્રીમ કોર્ટે લોકોને જાગરૂક કરવા અપીલ કરી છે.