Tamil Nadu Food Poisoning: 82 જેટલા વિદ્યાર્થીઓએ તેમની કૉલેજ હોસ્ટેલમાં ભોજન લીધું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓની તબિયત બગડી જવા પામી હતી.
ફૂડ પોઈઝનીંગ માટે વાપરવામાં આવેલી તસવીર
કી હાઇલાઇટ્સ
- તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
- અનેક વિદ્યાર્થીઓને તો ઝાડા તેમ જ પેટમાં દુખાવાની તકલીફ થવા લાગી હતી
- 25ને આઉટપેશન્ટ્સ તરીકે સારવાર આપવામાં આવી હતી
કોલેજીયનોમાં ખાસ કરીને ખાણીપીણી માટે હોસ્ટેલ કે પછી હોટેલનું ચલણ વધારે હોય છે. બીજા શહેર કે દેશમાંથી આવેલા વિદ્યાર્થીઓ પોતાને સગવડ પડે તેવા સ્થળેથી ભોજનની વ્યવસ્થા કરતાં હોય છે. ત્યારે પીરસવામાં આવતા નબળી ગુણવત્તાવાળા ખોરાકના પણ અનેક કિસ્સાઓ આપની સામે આવે છે.
તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈને ફરી આ પ્રશ્ન ચર્ચાયો છે. આ ઘટના છે સાલેમની. જ્યાં 80થી પણ વધારે નર્સિંગ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા (Tamil Nadu Food Poisoning) હોવાનું સામે આવ્યું છે. અહીની એક હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ ખોરાક લીધા પછી બીમાર પડ્યા છે. આ સૌ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ થઈ ગયું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર સાલેમ જિલ્લાની એસપીસી ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચના 82 જેટલા વિદ્યાર્થીઓએ તેમની કૉલેજ હોસ્ટેલમાં ભોજન લીધું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓની તબિયત બગડી જવા પામી હતી.
આરોગ્ય વિભાગ પહોંચી ગયું અને વિદ્યાર્થીઓને હોસ્પિટલભેગા કર્યા
જ્યારે આ મામલો (Tamil Nadu Food Poisoning) પ્રકાશમાં આવ્યો ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ કોલેજની મુલાકાત લીધી હતી અને કુલ 82 વિદ્યાર્થીઓને સાલેમની સરકારી મોહન કુમારમંગલમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સોમવારે સારવાર પહેલા તો આ તમામ વિદ્યાર્થીઓની હાલત કથડી ગઈ હતી. તેઓમાં બીમારીના અનેક લક્ષણો દેખાતા હતા.
ડિહાઇડ્રેશનને કારણે ઝાડા-ઊલટીની સમસ્યા પણ થઈ
આ વિદ્યાર્થીઓમાંથી મોટેભાગે એવા વિદ્યાર્થીઓ હતા કે જેઓને ડિહાઇડ્રેશનને કારણે મુશ્કેલીનો સામનો (Tamil Nadu Food Poisoning) કરવો પડ્યો હતો. અનેક વિદ્યાર્થીઓને તો ઝાડા તેમ જ પેટમાં દુખાવાની તકલીફ થવા લાગી હતી.
ડીહાઈડ્રેશનની ફરિયાદ બાદ કુલ 5 વિદ્યાર્થીઓને ઈમરજન્સી વોર્ડમાં ખેડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવ્યા હતા. અત્યારે આ તમામ વિદ્યાર્થીઓની તબિયત નોર્મલ હોવાના અહેવાલ આવી રહ્યા છે.
SGMKMCH ડીન આર મણીએ જણાવ્યું હતું કે કુલ 57 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ (Tamil Nadu Food Poisoning) કરવામાં આવ્યા હતા, જ્યારે 25ને આઉટપેશન્ટ્સ તરીકે સારવાર આપવામાં આવી હતી. અત્યારે અમે સારવાર આપી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓની તબિયત ઝડપથી સુધરે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે,
ઉનાળામાં ફૂડ પોઝનિંગથી બચવા આ રીતે સાચવો ખોરાકને
ગરમ ખોરાક: આપણે જ્યારે ગરમ ખોરાકની વાત કરીએ છીએ ત્યારે આ પ્રકારના ખોરાકને ગરમ રાખવા માટે ચાફિંગ ડીશ, સ્લો કૂકર અથવા વોર્મિંગ ટ્રેનો ઉપયોગ કરવો જોઈએ.
ઠંડો ખોરાક: આ માટે એવું કહેવાય છે કે આઈસ પેકનો ઉપયોગ કરવો જોઈએ અથવા પીરસવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી ઠંડા ખોરાકને રેફ્રિજરેટરમાં 40°F (4°C) અથવા તેનાથી નીચે રાખો.