Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોવિડના નિયમો ન પાળતા વિમાની મુસાફરો સામે કડક પગલાં લો: ડીજીસીએ

કોવિડના નિયમો ન પાળતા વિમાની મુસાફરો સામે કડક પગલાં લો: ડીજીસીએ

Published : 14 March, 2021 10:45 AM | IST | New Delhi
Agency

કોવિડના નિયમો ન પાળતા વિમાની મુસાફરો સામે કડક પગલાં લો: ડીજીસીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માસ્ક પહેરવા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જેવા કોવિડ-19 પ્રોટોકોલના નિયમોનું પાલન ન કરતા હોય એવા પ્રવાસીઓ કે ક્રૂ મેમ્બર્સને વિમાનમાંથી ઉતારી મૂકવાનો આદેશ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન્સના તંત્રે ઍરલાઇન્સને આપ્યો છે. સંબંધિત સત્તાવાળાઓ માટેના ડિરેક્ટરેટના સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે ‘વિમાનની અંદર કોઈ પ્રવાસી વારંવાર સૂચના આપવા છતાં યોગ્ય રીતે માસ્ક ન પહેરે તો તેમની સામે કડકમાં કડક પગલાં લેજો. કહેવા છતાં પણ નિયમનું પાલન ન કરતા પ્રવાસીને વિમાનના પ્રવાસથી વંચિત રાખતા પણ અચકાતા નહીં. ઍરપોર્ટ્સમાં પ્રવેશતા ઘણા લોકો માસ્ક પહેરવામાં કે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં બેદરકારી રાખતા હોય છે. એ રીતે બેદરકારી બતાવતા અને સૂચના આપનારાઓ સાથે ઉધ્ધતાઈ દર્શાવતા પ્રવાસીઓ કે અન્યોને તાબડતોબ સિક્યૉરિટી એજન્સીઝને સોંપી દેજો.’ડીજીસીએના પરિપત્રમાં એવું પણ જણાવાયું છે કે ‘મુસાફરોએ પ્રવાસની શરૂઆતથી અંત સુધી માસ્ક પહેરી રાખવું પડશે. અપવાદરૂપ સંજોગોને બાદ કરતાં તેઓ માસ્કને નાકથી નીચે પણ નહીં ઉતારી શકે.’


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2021 10:45 AM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub